દિલ્હીની સંસદ ભવન પર ઝંડો ફરકાવી શકે છે આ આતંકી સંગઠન
ન્યુ દિલ્હી :
ઇન્ટેલિજન્સ એજન્સીએ તાજેતરમાં એક એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સંસદ ભવનનો ઘેરાવ કરી શકે છે અને તેના પર ખાલિસ્તાની ઝંડો લહેરાવી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરુપત્વંત સિંહ પન્નુએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં લાંબા સમયથી કૃષિ કાયદાના વિરોધમાં બેઠેલા ખેડૂતોને સંસદનો ઘેરાવ કરવા અને 29 નવેમ્બરે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી છે.
પન્નુએ વીડિયોમાં એમ પણ કહ્યું છે કે સંસદ ભવન પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવનારને 1.5 લાખ યુએસ ડોલરનું ઈનામ આપવામાં આવશે. ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસ સહિત તમામ એજન્સીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. સાથે સાથે સંસદ ભવન આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ કહેવામાં આવ્યું છે.