ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં 30 નવેમ્બરથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

ગાંધીનગર :

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે. આવતી 30મી નવેમ્બરથી રાતથી 2જી ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે.

સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં 30 નવેમ્બર રાતના 8-30થી નવેમ્બરથી 1 ડિસેમ્બરના રાતના 8-30 સુધીના ચોવીસ કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.

જ્યારે 1 ડિસેમ્બરના રાતના 8-30થી 2 ડિસેમ્બરના રાતના 8-30 સુધીના ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશે. એ સિવાયના રાજ્યના બાકીના ભાગોમાં માવઠાની શક્યતા નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x