77 દેશ સુધી પહોંચ્યો ઓમિક્રોન:આ દેશના વડાપ્રધાન પણ કોરોના પોઝિટિવ
ઓસ્ટ્રેલિયાના PMસ્કોટ મોરિસન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે કરાયેલા કોવિડ ટેસ્ટ રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. મોરિસને શુક્રવારે સિડનીની એક શાળામાં પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી હતી. આ સમારોહમાં 1,000 લોકોએ હાજરી આપી હતી. જોકે સમારંભ પછી કરવામાં આવેલા બે RT-PCR ટેસ્ટમાં તેઓ નેગેટિવ આવ્યા હતા. મોરિસનની ઓફિસે જણાવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ મોરિસનમાં કોરોનાની પુષ્ટિ થઈ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ઓમિક્રોનને લઈને ચેતવણી જાહેર કરી છે. સંગઠને કહ્યું હતું કે ઓમિક્રોન ખતરનાક રીતે ફેલાઈ રહ્યો છે. એનાથી માત્ર હળવી બીમારી જ થાય છે એ વિચારવું ખોટું છે. ઓમિક્રોન અત્યારસુધીમાં વિશ્વના 77 દેશમાં ફેલાઈ ચૂક્યો છે
અમેરિકામાં મંગળવારે કોરોનાથી મૃત્યુઆંક 8 લાખને પાર થઈ ગયો છે. મૃત્યુનો આ આંકડો અમેરિકાના નોર્થ ડાકોટા અને અલાસ્કા જેવાં ઘણાં રાજ્યોની વસતિ કરતાં વધુ છે.
WHOની ચેતવણી- હોસ્પિટલ તૈયાર રહે, ઓમિક્રોનથી મોતના આંકડા વધી શકે છે.