ગુજરાતવેપાર

રાજ્યભરમાં આજે કાપડ માર્કેટ બંધ! GST દર વધારા મુદ્દે કાપડના વેપારીઓ નોંધાવશે વિરોધ

રાજ્યભરમાં (Gujarat) આજે કાપડના વેપારીઓ બંધ પાળશે. GST દરમાં વધારો કરવાના નિર્ણય મુદ્દે રાજ્યભરના કાપડના વેપારીઓ (Textile merchants) સંપૂર્ણ બંધ રાખી વિરોધ પ્રદર્શીત કરશે. સુરતની સૌથી મોટે ટેક્સટાઈલ માર્કેટના તમામ વેપારીઓ બંધમાં જોડાશે. જેને લઈને કરોડો રૂપિયાના નુકસાનની શક્યતા છે. આ તરફ અમદાવાદમાં પણ કાપડ બજાર બંધ રહેશે. વિવિધ વેપારી એસોસિએશને પણ બંધનું એલાન આપ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાના કાપડના વેપારીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે.

જણાવી દઈએ કે હવે કાપડ પર જીએસટી પાંચ ટકાથી વધારી 12 ટકા કરવા સામે વેપારીઓએ એકજુથ થઈને વિરોધ કરવા રણનીતિ બનાવી છે. તારીખ 30 ડિસેમ્બરના રોજ એટલે કે આજે વેપારીઓ હવે સજ્જડ બંધ રાખીને વિરોધ પણ વ્યક્ત કરવાના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x