દેશના આ રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના રાજ્યમાં ત્રીજી લહેર શરૂ થઈ હોવાનું એલાન કર્યું
ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ઓમક્રોનની એન્ટ્રીથી સરકારની ચિંતા વધી રહી છે અને બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તો સત્તાવાર જાહેરાત કરતા કહ્યુ છે કે, બિહારમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે.
બિહારના મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે ત્યારે લોકો કોરોનાની ગાઈડ લાઈનનુ પાલન કરવુ જોઈએ.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 મામલાઓ સામે આવ્યા છે.
દરમિયાન કોરોનાની સાથે ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધી રહ્યા છે.સૌથી વધારે ઓમિક્રોન કેસ દિલ્હીમાં 268 છે અને મહારાષ્ટ્ર 167 કેસ સાથે બીજા ક્રમે તેમજ ગુજરાત 78 મામલા સાથે ત્રીજા સ્થાને છે.
ઘણા રાજ્યોએ કોરોનાના વધતા કેસને જોતા હવે રાત્રી કરફ્યૂ પણ નાંખી દીધો છે.જોકે બિહાર પહેલુ રાજ્ય છે જેણે સત્તાવાર રીતે કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ હોવાની જાહેરાત કરી દીધી છે.