ગાંધીનગર

ગાંધીનગર : મોટા ચિલોડામાં સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો થયો, મારામારી થતાં કર્મચારીઓને ભાગવું પડયું

ગાંધીનગર :
ચિલોડામા એસપી રીસોર્ટમા શુક્રવારે વહિવટી તંત્ર દ્વારા 6 ગામ વચ્ચે સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. પરંતુ અનેક અરજદારોને કામ પૂરુ કર્યા વિના પરત ફરવાનો વારો આવ્યો હતો. બપોરના 2 વાગ્યા સુધીનો સમય રાખવામા આવ્યો હતો. પરંતુ તે પહેલા કર્મચારીઓ ટેબલ છોડીને ભાગી ગયા હતા. જ્યારે સેવાસેતુ કાર્યક્રમમા મારામારી થઇ હતી.
સરકાર દ્વારા ઘરે બેઠા ગ્રામજનોને સેવાસેતુ કાર્યક્રમ દ્વારા ઘરે બેઠા સુવિધા પુરી પાડવામા આવી રહી છે. ત્યારે શુક્રવારે ચિલોડામા આવેલા એસપી રીસોર્ટ ખાતે સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જેમા શિહોલીમોટી, દશેલા, લેકાવાડા, ધરમપુર, પાલજ અને આલમપુરના ગ્રામજનોને જરૂરી દસ્તાવેજો સહિતના આધાર પુરાવા મળી રહી માટે સવારે 10થી 2 વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. તમામ ગામના અરજદારો મોટી સંખ્યામા પોતાનુ કામ લઇને હાજર થઇ ગયા હતા. સેવાસેતુ કાર્યક્રમમા બપોરના સમયે મારામારી થઇ હતી. લાઇનમા ઉભા રહેવા બાબતે બે હિંદી ભાષી લોકો વચ્ચે મારામારી થતા કાર્યક્રમમા આવેલા લોકોમા દોડધામ મચી હતી. બીજી તરફ લોકોના ધસારો હોવા છતા સેવાસેતુની કામગીરી કરવા આવેલા લોકો સમય પુરો થતા જતા રહ્યા હતા. જ્યારે અરજદારોને જરૂરી ફોર્મ પણ મળ્યા ન હતા. જેને લઇને ભાડુ ખર્ચી અને એક દિવસ કામ બંધ કરીને આવેલા લોકોને ધરમધક્કો થયો હતો. બીજી તરફ શિહોલી મોટીના ગ્રામજનો દ્વારા માંગણી કરવામા આવી હતી કે, સેવાસેતુ કાર્યક્રમ ગામ દીઠ કરવો જોઇએ. આજે એક સાથે 6 ગામલોકોને હાજર રાખવામા આવ્યા હતા.
માત્ર ત્રણ જ દિવસમાં કોરોનાના કેસનો આંકડો 23 થઇ ગયો છે. ત્યારે મનપા વિસ્તારમાં કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવે તે જરૂરી બની રહ્યું છે. ત્યારે ગાંધીનગર મનપા દ્વારા શનિવારે વાવોલ ખાતે આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં ભીડ લોકોના પ્રશ્નોના ઉકેલની સાથે ઘરે ઘરે કોરોનાના ખાટલા થશે તેવી ભીડ હતી. તેમ છતાં કોવિડના નિયમોનું પાલન થાય તેની કોઇ જ વ્યવસ્થા નહી હોવાથી આગામી સમયમાં કોરોનાનો સેતુ બની રહેશે તેવી શક્યતા રહેલી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x