ફેબ્રુઆરીમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની પિક આવશે : AIMS ડિરેક્ટર
ગાંધીનગર :
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તે સિવાય રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના વધતા કેસો પર રાજકોટ એઈમ્સના ડાયરેક્ટરે ચિંતાનજક નિવેદન આપ્યું છે. સી.ડી.એસ. કટોચનો દાવો છે કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોનની પિક આવશે પણ કેટલા કેસ આવશે તે કહીં શકાય નહીં. સાથે જ તેમને દાવો કર્યો કે વાઇરસમાં જિનેટિક ચેન્જ આવે છે. વાઈરસ પોતાની પ્રકૃતિ બદલે છે અને ઓમિક્રોનના કેસ ડેલ્ટા કરતા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. સાથે જ તેમણે દાવો કર્યો કે ઓમિક્રોન વેક્સિનનું કામ કરી રહ્યો છે. જેને થશે તેનામાં એન્ટીબોડી બનશે. તેમણે રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ થાય ત્યાં લોકોએ ડબલ માસ્ક પહેરી જાય તેવી પણ સલાહ આપી હતી.