રાષ્ટ્રીયવેપાર

આ રાજ્યમાં સ્કૂલ-કૉલેજો અને વેપાર-ધંધા આવતીકાલથી બંધ કરવા CMનો આદેશ

ગાંધીનગર :

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને હવે સરકારો દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દેશમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૉવિડ-19 પ્રૉટોકૉલને વધુ કડક કરતા આવતીકાલથી મોટાભાગના ધંધા રોજગાર અને શાળા કૉલેજોને બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે. કોરોના મહામારીને ફરી એકવાર કાબુ કરવા માટે મમતા બેનર્જીએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

કોરોનાના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યૂટી પાર્લર, પ્રાણી સંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક સામેલ છે. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ જણાવ્યું કે રાજ્યની તમામ સરકારી અને ખાનગી ઓફિસ 50% ક્ષમતાની સાથે ખુલ્લા રહેશે. તમામ પ્રશાસનિક બેઠક વર્ચ્યુઅલી મળશે.

કર્ણાટકમાં શનિવારે કોરોનાના 1,033 કેસ નોંધાયા છે. આ મામલો છેલ્લાં 107 દિવસોમાં સૌથી વધુ છે. છેલ્લી વખત રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ 16 સપ્ટેમ્બરે જોવા મળી હતી, જ્યારે અહીં કોરોનાના 1000થી વધુ કેસ મળી આવ્યા હતા. તો બેંગલુરુમાં 810 નવા કેસ મળ્યા છે, જે રાજ્યના કુલ નવા મામલાઓના 78% છે. બેંગલુરુમાં 6 મહિના પછી આટલાં કેસ મળી આવ્યા છે. ગત વખતે 30 જૂને શહેરમાં 213 કોરોનાના કેસ મળ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x