ગાંધીનગરવાસીઓ હવે ચેતી જજો : આજે જિલ્લામાં 85 કોરોના કેસ નોંધાયા
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે. જિલ્લામાં ગઇકાલ કરતા ડબલથી વધારે કેસ નોંધાયા છે. ગઇકાલે ગાંધીનગર કોર્પોરશન વિસ્તારમાં 23 કેસ નોંધાયા હતા તેની સામે આજે 59 કેસ નોંધાતા વાઇબ્રન્ટ સમિટ વચ્ચે વધી રહેલા કોરોનાના કેસથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લાના કોરોનાએ માઝા મૂકતાં 26 કેસ નોંધાતા તાલુકાવાસીઓમાં ભય વ્યાપ્યો છે. જિલ્લામાં કુલ આજે 85 કેસ નોંધાયા છે. દહેગામમાં આજે એક પણ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થવા પામ્યો છે. ગઇકાલની સરખામણીએ ગાંધીનગર જિલ્લામાં આજરોજ બમણાં કરતાં વધુ પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ વચ્ચે કોરોના કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ગાંધીનગર કોર્પોરશન વિસ્તારમાં ગઇકાલે 23 કેસ નોંધાયા હતા તેની સામે આજે 59 કેસ નોંધાયા છે. તેની સાથે મળી ગાંધીનગર જિલ્લામાં કુલ આજરોજ 85 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કલોલ તાલુકામાં કોરોના માઝા મૂકતા આજરોજ એક સાથે 26 કેસ નોંધાયા છે. જેના પરિણામે તાલુકાવાસીઓમાં ભય વ્યાપ્યો છે. ગાંધીનગર સ્થિત લેકાવાડા crpf કેમ્પમાં 5 કેસ નોંધાયા છે.