ગાંધીનગરગુજરાત

વાઈબ્રન્ટ સમિટમાં પાંચ દેશના વડાપ્રધાન આપશે હાજરી, મહાત્મા મંદિરે હાથ ધરાઈ સમીક્ષા

ગાંધીનગર (Gandhinagar)માં 10,11,12 જાન્યુઆરીએ ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાવાની છે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન (Prime Minister)ના હસ્તે વાયબ્રન્ટ સમિટ ખુલ્લુ મુકાવાનું છે. ત્યારે વાયબ્રન્ટ સમિટને લઇને મહાત્મા મંદિરમાં સમીક્ષા બેઠકો શરુ થઇ ગઇ છે. આજે બુધવારે સવારે ઉચ્ચ સરકારી અધિકારીઓ દ્વારા સમીક્ષા હાથ ધરાઈ હતી. ત્યાર બાદ, રાજ્ય સરકારના પ્રધાનો સાથે અધિકારીઓ ફરી સમીક્ષા હાથ ધરીને, પ્રધાનોને સમગ્ર વિગતોથી વાકેફ કરશે.

આજે બુધવારે સવારે મહાત્મા મંદિર(Mahatma Temple) ખાતે CMOના અધિકારીઓની સમીક્ષા બેઠક (Review meeting) યોજાઇ ગઇ. આ અધિકારીઓઅ સમગ્ર વાયબ્રન્ટ સમિટને લઇને સમીક્ષા કરી હતી.

મહાત્મા મંદિરની અંદર વાયબ્રન્ટ સમિટને લઇને બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. 5 દેશના વડાપ્રધાન સહિત વાયબ્રન્ટ સમિટમાં ડેલિગેશન હાજરી આપવાના છે. જેથી કોરોના ગાઇડલાઇન અનુસાર તમામ વ્યવસ્થા ગોઠવવાની કામગીરી થઇ રહી છે. આ કામગીરીની સમીક્ષા કરવા મહાત્મા મંદિરમાં રાજ્ય સરકારના પ્રધાનો અને અધિકારીઓ મુલાકાત લઇ રહ્યા છે.

ગુજરાત સરકાર તરફથી વાઈબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના પ્રધાનો આજે મહાત્મા મંદિરની મુલાકાત લઇ રહ્યા છે. ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલ સહિત 5 પ્રધાનો સહિત અધિકારીઓ આજે મહાત્મા મંદિરની મુલાકાત લેશે. તો શુક્રવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ મહાત્મા મંદિરની મુલાકાત લઈ સમીક્ષા કરશે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે.

વાયબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મહાત્મા મંદિરમાં તૈયારીઓને કેવો ઓપ અપાયો છે, હજુ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે વગેરે જેવા મુદ્દે પ્રધાનો બેઠક કરશે અને તમામ કામગીરીની સમીક્ષા પણ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x