આરોગ્યગુજરાત

ગુજરાતમાં કોરોનાના રોજના ૫૦ હજાર કેસો આવી શકે : IISC અને ISI સંસ્થાનો ભયાનક સર્વે!

25 જાન્યુઆરી બાદ એકલા ગુજરાત રાજ્ય (gujarat corona update) માં દરરોજ 50 હજાર કેસ નોંધાશે. આવુ IISC અને ISI નામની સંસ્થાના સર્વેમાં ડરાવનારું તારણ સામે આવ્યું છે. અમદાવાદમાં દરરોજ કોરોનાના 21 હજાર કેસ નોંધાઈ શકે છે. સાયન્ટિફિક મેથેડોલોજીથી આ સંસ્થા દ્વારા મોટા શહેરોમાં દૈનિક કેસનો અંદાજ કાઢવામા આવ્યો છે. 1 માર્ચ સુધીમાં કોરોનાના કેસ (corona case) બે આંકમાં આવી જવાની શક્યતા છે.

દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોન (omicron variant) ના કેસો અંગે કરેલા અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, કેસ વધવાની હાલની ગતિ જોતાં 25 જાન્યુઆરી બાદ ગુજરાતમાં દરરોજ 50 હજારથી વધુ અને અમદાવાદમાં 21 હજારથી વધુ કેસ આવી શકે છે. જોકે રાજ્યમાં ટેસ્ટિંગ કેટલા થાય છે તેના ઉપર આ આંકડો નિર્ભર છે. IISC અને ISIના રિસર્ચરોએ ગુજરાત સરકાર (gujarat government) ના આરોગ્ય વિભાગ સંલગ્ન ઈન્સ્ટિટ્યૂટને પણ આ રિપોર્ટ આપ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગ જુદા જુદા રિસર્ચ મોડલ આધારે ફેર સંશોધન કરી રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરશે. રાજ્ય સરકારના સિનિયર ડૉક્ટરો પણ આગામી 15 જાન્યુઆરી પછી અમદાવાદમાં 6 હજારથી વધુ કેસ આવવાનો અંદાજ માંડી રહ્યાં છે.

સિનિયર ડૉક્ટરોનું કહેવું છે કે, ગુજરાતમાં કોરોના કેસ વધવાની શરૂઆત થઈ ચૂકી છે. 25થી 30 જાન્યુઆરી દરમિયાન કોરોનાનો પીક જોવા મળશે. એ સમયે મહત્તમ કેસો નોંધાશે અને ત્યારબાદ ધીમે ધીમે કેસોની સંખ્યા ઘટતી જશે. પહેલી માર્ચ સુધીમાં કોરોનાના કેસ બે અંકમાં આવી જશે.આ વચ્ચે ગુજરાતમાં આખરે જેની રાહ જોવાતી હતી તેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. કેમ કે ગુજરાતમાં 6 જાન્યુઆરીએ 4213 કેસ અને 7 જાન્યુઆરીએ 5396 કેસ નોંધાતા નિયંત્રણો લગાવવામાં આવશે તેવી આશા સેવાઈ રહી હતી. ત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નવી કોરોના ગાઈડલાઈનની જાહેરાત કરતાં રાજ્યના 10 શહેરોમાં રાતના 10થી સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યૂ જાહેર કર્યો છે. તો 31મી જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9ની શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x