દેશમાં ફરી મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, આ પ્રખ્યાત મંદિરના દરવાજા ભક્તો માટે બંધ
જગન્નાથ મંદિર તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
દેશમાં કોરોનાનાં વધતાં કેસના પગલે જગન્નાથ મંદિર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિર ફરી એકવાર બંધ કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ઓમિક્રોનનાં કેસ પણ વધી રહ્યા છે અને કોરોનાના કેસ તો એ લાખ કરતાં પણ વધારે આવી રહ્યા છે. અને મંદિરમાં ખૂણે ખૂણેથી ભક્તો આવતાં હોય છે. તેના પગલે હવે મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્યાં સુધી રહેશે મંદિર બંધ?
દેખીતું છે કે ઓડિશામાં આવેલા જગન્નાથ મંદિરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો આવે છે જેના કારણે હમણાં વધતા કેસ વચ્ચે ભક્તોની ભીડમાં સંક્રમણ વધવાની શક્યતા છે. દેશમાં
સંક્રમણ વધવાની શક્યતાને લઇ નિર્ણય લેવાયો છે. ઓડિશામાં 2703 કેસ એક જ દિવસમાં શુક્રવારે નોંધાયા હતા. માટે હવે મંદિર 10 જાન્યુઆરીથી લઈ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.
24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા
દેશમાં કોરોના વાયરસમાં કેસોમાં બહું તેજીની સાથે વધારો થઈ રહ્યો છે. શનિવારને વખતે 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા છે. 7 મહિના બાદ સતત બીજા નવા કેસ 1 લાખથી વધારે મળ્યા છે. શુક્રવારે મોડી રાતે 1, 41, 525 નવા કેસ મળ્યા હતા. જ્યારે બે નાના રાજ્યોમાં ડેટા આવવાના બાકી હતા. આનાથી પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ નોંધવામાં આવ્યા હતા. 28 ડિસેમ્બર બાદ કેસોમાં વધારો જારી છે. આ 11 દિવસોમાં દર રોજ 20 ટકાથી વધારે નવા કેસ મળ્યા છે. એટલુ જ નહીં આમાંથી 4 દિવસ એવા હતા જ્યારે કોરોનાના નવા કેસનો ગ્રોથ 40 ટકાથી વધારે રહી. આ ઉપરાંત 2 દિવસ એવા પણ રહ્યા છે. જ્યારે નવા કેસોના આંકડા વિતેલા કાલની સરખામણીએ 55 ટકાથી વધારે હતા.
શુક્રવારે દેશભરમાં 129 લોકોના મોત થયા
જો કે રાહતની વાત એ છે કે નવા કેસોમાં વધારાની સરખામણીએ મોતના આંકડા ઘણા ઓછા છે. શુક્રવારે દેશભરમાં 129 લોકોના મોત થયા છે. જ્યારે ગત કેટલાક ડેટાને જોડીને આંકડા 283 જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 40, 925 નવા કેસ મળ્યા છે. આ આંકડા ગત238 દિવસમાં સૌથી વધારે છે. સ્પષ્ટ છે કે કોરોનાની બીજી લહેરના પીક લેવલ સુધી હવે નવા કેસોના આંકડા પહોંચવા લાગ્યા છે. મુંબઈમાં 20, 971 નવા કેસ એક જ દિવસમાં મળ્યા છે. જે કોરોનાની શરુઆતમાં અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે.