રાજયમાં સરકારી શાળાઓમા મુકાશે RO પ્લાન્ટ, વિદ્યાર્થીઓને પીવા મળશે મીનરલ વોટર,
ગાંધીનગર
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોની માર્ગદર્શિકામાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે. હાલમાં જે શાળાઓમાં કેન્દ્ર સરકારની જલમતી યોજના હેઠળ આર.ઓ. પ્લાન્ટ આપવામાં આવેલ હોય તે સિવાયની સરકારી, મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ ગ્રાન્ટ ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં ATVT યોજના અંતર્ગત શાળા દીઠ આર.ઓ. પ્લાન્ટની યોજના માટે રૂ.50,000 અથવા આર.ઓ.પ્લાન્ટની અંદાજિત કિંમત બે માંથી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં આર.ઓ. પ્લાન્ટના કામો હાથ ધરી શકાશે.