ગુજરાત

બેંક કર્મચારીઓ 23 અને 24 ફેબ્રુઆરીએ ફરી હડતાળ પર ઉતરશે, જાણો કેમ?

બેંક કર્મચારીઓ 23 અને 24 ફેબ્રુઆરીએ ફરી હડતાળ પર જવાના છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ (CTU) અને ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) સહિત અન્ય સંગઠનોએ સંયુક્ત બેંક હડતાળની જાહેરાત કરી છે. દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકોના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે.

AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે તમામ બેંક એસોસિએશનો અને સભ્યોને પત્ર જારી કરીને તેમને જાણ કરીને હડતાળમાં જોડાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે બે સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં ગયા વર્ષે 15 અને 16 માર્ચે હડતાળ પાડી હતી. 16મી અને 17મી ડિસેમ્બર 2021ના રોજ બેંકિંગ લૉ (એમેન્ડમેન્ટ) બિલ 2021ના વિરોધમાં હડતાળ હતી. હવે 23 અને 24મી ફેબ્રુઆરીએ ફરી હડતાળ માટે તૈયાર થઈ જાઓ.

23 થી 27 ફેબ્રુઆરી સુધી 4 કામકાજ ઠપ્પ રહેશે

જો સંગઠનો 23 અને 24 ફેબ્રુઆરીએ હડતાળ પર રહેશે તો 23 થી 27 ફેબ્રુઆરી એટલે કે 5 દિવસમાં 4 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. અનુક્રમે 23 અને 24 હડતાળ ઉપરાંત 26 તારીખે ચોથો શનિવાર અને 27 ફેબ્રુઆરીએ રવિવારના કારણે બેંકમાં કોઈ કામ થશે નહીં.

અગાઉની હડતાળને કારણે કામકાજ પર અસર પડી હતી

જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજનાના વિરોધમાં બેંક યુનિયનોએ ગયા મહિને 16 અને 17 ડિસેમ્બરે હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ બેંક હડતાલને કારણે SBI, PNB, સેન્ટ્રલ બેંક અને RBL બેંકના કામકાજને અસર થઈ હતી. ચેક ક્લિયરન્સ, ફંડ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડને લગતી કામગીરી પણ અટવાઈ પડી હતી.

ગત મહિને બે દિવસની હડતાળના કારણે 38 લાખ ચેક અટવાયા હતા 

સરકારી બેંક કર્મચારીઓની બે દિવસીય હડતાળ(Bank strike)માં બેંકને લગતા કામકાજ સંપૂર્ણ ઠપ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે બે દિવસની હડતાળ દરમિયાન માત્ર ચેક ક્લિયરન્સ ન મળવાને કારણે લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું કામ અટકી ગયું છે.

સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરે બે દિવસની હડતાળ પર હતા. જેના કારણે બે દિવસમાં અંદાજે 38 લાખ ચેક અટવાઈ પડ્યા હતા અને તેનું પેમેન્ટ થઈ શક્યું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x