વાયબ્રન્ટ તાલુકા અંતર્ગત થશે ગામડાઓનો વિકાસ, ગામડાઓના લોકોની મૂળભૂત જરૂરિયાતો કરાશે પૂરી
ગાંધીનગર
જાહેર કૂવાની પ્રોટેક્શન વોલ અને જરૂર હોય ત્યાં પ્રોટેક્શન નેટના કામો રૂા.50,000ની મર્યાદામાં, સ્મશાન ગૃહના કામો અને તેની કમ્પાઉન્ડ વોલ (ફેન્સીંગ સિવાય), ગામના જાહેર રસ્તાઓ પર એલ.ઇ.ડી. લાઇટના કામો, સરકારી પ્રાથમિક શાળામાં સવારની પ્રાર્થના, સમૂહ કવાયત જેવી પ્રવૃતિઓના સ્થળે સાદો શેડ તેમજ ગામમાં ગ્રામ પંચાયત, જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામો હાથ ધરી શકાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા તાલુકા સરકારના અભિગમને સાકાર કરવા અને સમગ્ર રાજ્યમાં છેવાડાના લોકોનું જીવનધોરણ સુધારવા તથા તેમની મૂળભૂત જરૂરીયાતો જેવી કે ગ્રામ્ય આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ, પીવાના પાણીની વ્યવસ્થા જેવા પ્રશ્નો હલ કરવા તથા તાલુકાની તમામ યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવતા કામોનું કોમન કન્વર્ઝન્સ હાથ ધરી, વાયબ્રન્ટ તાલુકો યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે માટે અલગ ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવે છે.