કોરોનાને હળવાશથી લેવાનું બંધ કરો અને ટેસ્ટિંગ વધારો: કેન્દ્ર સરકારનો કડક આદેશ
દેશમાં કેંદ્ર સરકારે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના વાઇરસનું ટેસ્ટિંગ વધારવાના આદેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કહ્યું છે કે કોરોનાના હોટસ્પોટ અને વધુ વસતી વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગનું પ્રમાણ તાત્કાલીક ધોરણે વધારવામાં આવે.
રાજ્યોમાં કોરોનાના નવા કેસોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે એવા સમયે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને ટેસ્ટનું પ્રમાણ વધારવા કહ્યું છે અને સાથે સ્થિતિને ધ્યાનમાં રાખીને ચેતવણી પણ આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,82,970 નવા કેસ નોંધાયા છે અને 441 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,88,157 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 44,889 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,31,000 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8961 થયા છે.કેટલું ટેસ્ટિંગ થયું.