ગુજરાત

વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કર્યા પરબધામ મંદિરે દર્શન

જૂનાગઢ : હૈયેહૈયું દળાય તેટલી માનવ મેદની વચ્ચે બે દિવસ નો મેળો તથા પરબધામ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ મંદિર પરબધામ ખાતે દર્શન કર્યા હતા અને મહંત શ્રી કરશનદાસ બાપુના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.

કરશનદાસબાપુ ના આશીર્વાદ મેળવતા પરેશ ધાનાણી
કરશનદાસબાપુ ના આશીર્વાદ મેળવતા પરેશ ધાનાણી

આષાઢી બીજ ના મેળા મુકામે ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા ચાલતા ઈમરજન્સી સેવા કેન્દ્રની મુલાકાત વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ લીધી હતી.

હર્ષદ રીબડીયા દ્વારા ચાલતું ઈમરજન્સી સેવા કેન્દ્ર ની મુલાકાત
હર્ષદ રીબડીયા દ્વારા ચાલતું ઈમરજન્સી સેવા કેન્દ્ર ની મુલાકાત

ભેસાણ નજીક આવેલ તીર્થક્ષેત્ર પરબધામ માં પરંપરાગત રીતે અષાઢીબીજ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ દસ લાખ જેટલી જનમેદની ઉમટી છે.

પરબધામ ના મહંત કરશનદાસબાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાતા આ મહોત્સવને સવારે સાડા સાત કલાકે ધ્વાજારોહણ કરી ખુલ્લો મુકાયો હતો. જેમા સેવા માટે આશરે દસ હજાર સ્વયંસેવકો સેવા આપે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x