મહેંન્દ્રસિંહ ૮ દિવસમાં રાજીનામુ આપે. નહી તો તેમના સાથે કોઇ રાજકિય સંબંધ નહી રાખુ : શંકરસિંહ બાપુ.
ગાંધીનગર
શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે રથયાત્રાના દિવસે ભાજપમાં જોડાઈ ગયા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તેમને બીજેપીનો ખેસ પહેરાવ્યો હતો. આ બાબતે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબંધે પુત્રના ભાજપમાં જોડાવવા અંગે મીડિયા સમક્ષ અનેક ખુલાસા કર્યા હતા. પત્રકાર પરિષદની શરૂઆતમાં તેમણે હળવી શૈલીમાં કહ્યું હતું કે આ જય રણછોડ માખણચોરના પ્રસંગે અમારા રણછોડ (પુત્ર) રણ છોડ થશે એવી ખબર ન હતી. પુત્ર ભાજપમાં જોડાવા અંગે તેમણે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહના નામ પાછળ શંકરસિંહ વાઘેલાનું નામ લાગે એટલે મારે સ્પષ્ટતા કરવી પડે. મેં બીજેપી કે કોંગ્રેસ પાર્ટીમાં રહીને કોઈનું અહીત નથી કર્યુ. બે ત્રણ દિવસ પહેલા તેમને ભાજપમાં જોડાવા પર દબાણ હતું. મારી તેમને એક જ સલાહ હતી કે આપણે પરિપક્વ રાજકારણી છીએ. દર વખતે મને પૂછીને બધા નિર્ણય લેવાની જરૂર નથી. પરંતુ ટર્નિંગ પોઇન્ટ અંગેનો નિર્ણય એકદમ ન લેવા જોઈએ. મેં કોંગ્રેસ છોડી તેને એક વર્ષ થયું. આ એક વર્ષમાં એક પણ પક્ષમાં મારું લોબિંગ ચાલતું નથી. મેં મહેન્દ્રભાઇને કહ્યું હતું કે તમારે બીજેપીમાં જવું હોય તો પૂછીને જવું જોઈએ. હું તેમને એક અઠવાડિયાનો સમય આપું છું. આ દરમિયાન તમારા તમામ સમર્થકો અને ટેકેદારોને બોલાવો. જો તે લોકો રજા આપે તો તેમની સાથે બીજેપીમાં જોડાવ. એ લોકો જો ના કહે તો બીજેપીમાંથી રાજીનામું આપવું પડે તો આપી દો. આપણા માટે કાર્યકરો પહેલા હોય છે.