‘શું ચોથી લહેર આવશે? અને બાળકોની રસી ક્યારે?’ જાણો કેંદ્રિય મંત્રી મનસુખ માંડવિયાનો જવાબ
રાજકોટ :
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા રવિવારે રાજકોટના પ્રવાસે હતા. તેમણે રાજકોટ એઇમ્સની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદમાં 15 વર્ષથી નાના બાળકોને ક્યારે રસી મળશે એ સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે 12 થી 15 વર્ષના બાળકો માટેની 3 રસીને મંજૂરી અપાઈ ગઈ છે પણ નિષ્ણાંતોની કમિટીની ભલામણ અનુસાર બાળકોની રસી વિશે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. વેક્સિન વિશે તેમણે કહ્યું કે, ભારતની ક્ષમતા 50 કરોડ ડોઝ પ્રતિ માસ બનાવવાની છે. રસીની નિકાસ થઈ રહી છે. ત્રીજી લહેરમાં રસીને કારણે જ લોકો સુરક્ષિત રહી શક્યા છે. રાજકોટમા એઈમ્સ વિશે તેઓએ કહ્યું હતું કે, તમે એટલી ખાતરી રાખજો કે એઈમ્સની હું વ્યક્તિગત કાળજી લઈને બનાવીશ, આપણે બહુ જ સારી બનાવી છે. આ મારી પહેલી વિઝિટ છે હું તમારો જ છું સૌરાષ્ટ્રનો જ છું આપણે સારી એઈમ્સ બનાવવી છે. આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષય હોવાથી પ્રશ્ન કરાયો હતો કે, છેલ્લા 3 વર્ષમાં દેશની આયાત-નિકાસની ખાદ્ય(ટ્રેડ ડેફિસિટ) કેટલી છે અને તેના માટે બજેટમાં શું પ્રાવધાન કરાયા છે? આ પ્રશ્નનો જવાબ દેવાનું તેમણે ટાળી દીધું હતું કે એ ત્યાંનો પ્રશ્ન છે તેમ કહ્યું હતું.