ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકાર-આત્મા યોજનામાં કામ કરતા કર્મચારીઓનો પગાર વધારાયો : કૃષિમંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગર :

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ આત્મા યોજનાની મોડીફાઈડ ગાઈડલાઈન- 2018 મંજુર કરીને રાજ્યોને આત્માની રિવાઈઝડ ગાઈડલાઈન – 2018 પ્રમાણે અમલીકરણ કરવા જણાવાયું છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

મંત્રી રાઘવજીભાઈએ ઉમેર્યું કે, ખેડુત મિત્રના કન્ટીજંસી ખર્ચમાં રૂ. 6,000 ના બદલે રૂ. 12,000 વાર્ષિક તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના માનદવેતનમાં રૂ. 25,000ના બદલે રૂ. 30,000 અને આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરના માનદ વેતનમાં રૂ.15,000 ના બદલે રૂ.20,000 માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આ હિતકારી નિર્ણયના પરિણામે રાજ્યમાં આત્મા યોજનાની વિવિધ જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારાનો પ્રશ્નનો હલ થયો છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા અદ્યતન ગાઈડલાઈન મુજબ આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે 10 % ઇન્ક્રીમેન્ટની જોગવાઇ કરવામાં આવેલ છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા સ્ટેટ કો-ઓર્ડિનેટર, નાયબ નિયામક, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરના પગારમાં ઘણા વર્ષથી પડતર 10 % ઇજાફાને મંજુર કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલચર ટેકનોલજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) ગુજરાત રાજયમાં પ્રાયોગિક ધોરણે 2005 માં અમલમાં આવી હતી. આ યોજનાનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ કૃષિ વિષયક સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું છે. ‘આત્‍મા’ યોજના હેઠળ જીલ્‍લાના તમામ ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્‍ટેન્‍શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્‍નોથી રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ્‍સ)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે. આમ આત્મા યોજનામાં કાર્યરત ખેડુતમિત્રોના કન્ટીજન્સી ખર્ચમાં અને કરાર આધારિત માનવબળના માસિક વેતનમાં વધારો થતા કામ કરતા કર્મચારીઓના પ્રશ્ન હલ થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x