સોમવારથી શાળા-કોલેજમાં સંપૂર્ણ રીતે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા સરકારનો નિર્ણય
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. ત્યારે નવા કોરોનાથી સંક્રમિતોની સંખ્યા હવે ઘટી ગઈ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજે નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં વિદ્યાર્થીઓના શિક્ષણના જાહેર હિતમાં સરકારે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં આવતા સોમવારથી રાજ્યની શાળા-કૉલેજોમાં ઑફલાઈન શિક્ષણ સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, સોમવારથી સ્કૂલ અને કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે. આટલું જ નહીં, સ્કૂલ અને કૉલેજોમાં કોવિડ ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળા-કૉલેજોના સંચાલકોને ઑફલાઈન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે, તેને ધ્યાનમાં રાખીને નિર્ણયનું અમલીકરણ સોમવારથી કરવામાં આવશે.