ગાંધીનગરગુજરાત

જયરાજસિંહ પરમાર 22 ફેબ્રુઆરીએ કમલમ ખાતે ભાજપમાં જોડાશે, પાટીલ સાથે અઢી કલાક કરી મુલાકાત

અમદાવાદ :

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આખરે 22 ફેબ્રુઆરીએ કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તેમણે ટ્વીટ દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. 22 ફેબ્રુઆરી સવારે 11 વાગ્યે જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે જયરાજસિંહ ભાજપમાં જોડાશે. આ પહેલા તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી આર પાટીલે ચાંદીનો સિક્કો આપીને તેમનુ સ્વાગત કર્યુ હતું. જયરાજસિંહ પરમાર અને તેમના દીકરાએ BJP અધ્યક્ષ સી આર પાટીલ સાથે કરેલી મુલાકાતના ફોટો પણ જાહેર કર્યા. ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

જયરાજસિંહ પરમાર 22 ફેબ્રુઆરીએ ગાંધીનગર કમલમ ખાતે જયરાજસિંહ ભાજપમાં જોડાશે અને એ પહેલા જયરાજસિંહ પરમાર અને તમના પુત્રએ સી આર પાટીલ સાથે પણ મુલાકાત કરી. અઢી કલાક સુધી જયરાજસિંહ અને સી આર પાટીલ વચ્ચે મુલાકાત ચાલી હતી. જેમાં પહેલા સમર્થકો અને પછી જયરાજસિંહ જોડાશે તેવી વાત થઈ હતી. જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી પણ પાટીલ દ્વારા ખાતરી અપાઈ હતી. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જયરાજસિંહ પરમારને બોર્ડ નિગમમાં પણ સ્થાન મળી શકે છે. 

તેમણે ટ્વીટ કરી કે, ‘મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11:00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.. જય હિંદ..

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x