ગાંધીનગર : મહાશિવરાત્રીએ શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે
ગાંધીનગર :
ગાંધીનગર મહાશિવરાત્રીના પર્વની વિવિધ કાર્યક્રમોના આયોજનો સાથે ભવ્ય ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે. શહેરના સેક્ટર-૨૨ ખાતે મહાશિવરાત્રીએ ભરાતા લોકમેળા સાથે શહેરમાં શિવપૂજા, લધુરૂદ્ર હોમ તથા સુંદરકાંડના પાઠના આયોજનો પણ જોવા મળી રહ્યા છે.
ગાંધીનગર શહેરમાં મહાશિવરાત્રીએ શિવાલયોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે તથા શ્રધ્ધાળુંઓ બિલીપત્ર દુધ-પાણી સહિતના દ્રવ્યોથી અભિષેક કરી ભગવાન ભોળાનાથને રિઝવવા કોશિષ કરશે. શહેરના સેક્ટર ૨૨ ખાતે પંચદેવ મંદિરે વહેલી સવારથી શ્રધ્ધાળુઓ ઉમટી પડશે અને ભગવાનના દર્શન તથા અભિષેકનો લાભ મેળવશે. કોરોનાના કાળમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું નહોતું પરંતુ કોરોના નાં કેસોમાં ઘટાડો થતા આ વર્ષે દર વર્ષની જેમ લોક મેળો ભરાશે. જેમાં વિવિધ ચીજવસ્તુઓના ખાણીપીણીના અને મનોરંજનના બજાર જોવા મળશે. પચદેવ મંદિર નજીક આવેલ સેક્ટર-૨૧ ખાતેના વૈજનાથ મહાદેવ ખાતે પણ શિવાભિષેક સાથે સાંજે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. બંને મંદિરોએ ભગવાન શિવને રંગોળી આકર્ષણનું કેન્દ્ર બને છે. શહેરના અન્ય શિવાલયો જેમકે સેક્ટર-૧૬માં સોમનાથ છે મહાદેવમાં પ્રહર પૂજા તથા લધુરૂદ્ર હોમ યોજાશે. તેમજ સેક્ટર-૩ રામેશ્વર મહાદેવ, સે-૬ચંદ્રમૌલેશ્વર અને ભુવનેશ્વર મહાદેવ, સે-૮ ત્ર્યબંકેશ્વર મહાદેવ વગેરે સહિત તમામ શિવાલયોમાં વિશેષ આરતી પૂજાના આયોજન કરાયા છે.