ગાંધીનગર

ગાંધીનગર ની એસ.એસ.વી શાળામાં “Parent’s Seminar” નું આયોજન.

ગાંધીનગર :

ગાંધીનગર ખાતે આવેલી શાળા માં તારીખ -૨૬/૨/૨૦૨૨ અને ૨૮/૨/૨૦૨૨ના રોજ પ્રી-પ્રાયમરી થી ધોરણ ૨ (અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમ) ના વાલીઓ માટે “Parents seminar” નું એક આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આજના બાળકો માટે સૌથી વધારે જેની જરૂર છે તેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારની ભાગ દોડ ભરી જિંદગીમાં લોકો પૈસા અને નામ કમાવવા આંધળી દોટ મૂકી રહ્યા છે. બાળકોને સારામાં સારી ભૌતિક સુવિધા આપી હોય તેમ માની રહ્યા છીએ તેઓએ પોતાની મા –બાપ તરીકેની જવાબદારી સારી રીતે પૂરી કરી રહ્યા છે, પરંતુ તેઓ આ બધામાં એ ભૂલી જાય છે કે બાળકોને આ બધી જરૂરિયાત કરતાં તેમને મા-બાપના સમયની જરૂર છે, જો અત્યારે તેઓ માટે તમે સમય નહી કાઢી શકો તો ઘણી વાર ભવિષ્યમાં તેઓ ખોટા રસ્તે પણ ચઢી જાય છે, અને મા-બાપ તથા બાળકો વચ્ચે અંતર પણ વધી જાય છે.તો આજથી આપણે આપણા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી આપણે આપણા બાળક માટે સમય કાઢવો જોઇએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x