RERAએ શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સને એક લાખનો દંડ ફટકાર્યો
ગાંધીનગર :
વડોદરાના શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સ દ્વારા તેના મેપલ સિગ્નેચર પ્રોજેક્ટનુ રેરા સમક્ષ નોંધણી કરાવ્યા પહેલા જ પ્રોજેક્ટમાં યુનિટ્સના બુકિંગ કે વેચાણ માર્કેટિંગ કરવામાં આવતા, રેરાએ શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સને રુ એક લાખનો દંડ કર્યો છે. રેરા એ પણ સુચન કર્યુ છે કે, પ્રમોટર દ્વારા ભવિષ્યમાં ફરીથી આવી ભૂલ ન થાય તે બાબતની કાળજી રાખવામાં આવે. રેરાના ધ્યાન પર આવ્યું હતુ કે, આ પ્રોજેક્ટની રેરામાં નોંધણી વગર જ યુનિટનું બુકિંગ કે વેચાણ કરેલ છે. જેથી, રેરાએ સુઓમોટો લઈને પ્રમોટરને નોટિસ પાઠવી હતી. પ્રમોટરે તેના બચાવમાં રજૂઆત કરેલી કે, મહાનગરપાલિકામાંથી આ પ્રોજેક્ટ માટે રજાચિઠ્ઠી પાસ થઈ શકી નહિં, એટલે પ્રોજેક્ટ શરુ કરેલ નથી. પ્રોજેક્ટમાં લીધેલા તમામ બુકિંગ અવેજ ગ્રાહકોને પરત કરવાની કામગીરી હાથ ધરી પ્રોજેક્ટમાં લીધેલા બુકિંગ પૈકી મોટાભાગના બુકિંગ પરત કરી દેવામાં આવેલ છે.