આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

યૂક્રેન પર હુમલાથી સોનામાં રૂ.૬૦૦૦નો ઉછાળો, ભાવ રૂ.૫૫ હજાર પહોંચ્યા

ગાંધીનગર :

લગભગ સવા દોઢ વર્ષો સુધી કરેક્શન અને કોન્સોલિડેશનમાં ટ્રેડ દર્શાવ્યાં બાદ સોનામાં છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ભારે લેવાલી જોવા મળી છે. રશિયા યૂક્રેન યુદ્ધ પાછળ ભારતીય બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામે રૂ. ૬૦૦૦ની તેજી જોવા મળી છે. પખવાડિયા અગાઉ રૂ. ૪૯,૦૦૦ની સપાટી પર જોવા મળતું સોનું સોમવારે રૂ. ૫૫ હજારની સપાટી પર બોલાયું હતું. ક્રૂડના ભાવમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો હતો.

માર્કેટ નિરીક્ષકોના મતે સોનામાં તેજી આગળ વધવાની પૂરી શક્યતા છે. કેમકે હાલમાં રોકાણકારો અન્ય એસેટ ક્લાસને છોડી ગોલ્ડ તરફ વળ્યાં છે. વિશ્વમાં સૌથી મોટા ગોલ્ડ-આધારિત એક્સ્ચેન્જ-ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ શુક્રવારે ૦.૪ ટકા વધી ૧૦૫૪.૩ ટન પર જોવા મળ્યું હતું. જે માર્ચ ૨૦૨૧ પછીનું સૌથી મોટું હોલ્ડિંગ છે. નજીકના ભવિષ્યમાં યૂક્રેનમાં યુદ્ધ ઝડપથી પૂરું થવાના સંકેતો નથી અને તેથી ગોલ્ડ અથવા ક્રૂડમાં તત્કાળ કરેક્શનની શક્યતા નથી જણાતી. જ્યાં સુધી લડાઈ અટકે નહિ ત્યાં ગોલ્ડ અને ક્રૂડ જેવી કોમોડિટીઝમાં પ્રિમિયમ જળવાયેલું રહી શકે છે. હાલમાં રોકાણકારો ગોલ્ડમાં લોંગ છે અને ઈક્વિટીઝમાં શોર્ટ છે. જ્યારે ક્રૂડમાં પણ તેઓ લોંગ પોઝિશન ધરાવે છે. એકવાર ગોલ્ડ ૨૦૦૦ ડોલરની સપાટી બ્રેક કરે તો ૨૦૫૦-૨૦૭૦ ડોલરની ટ્રેડિંગ રેંજ જોવા મળી શકે છે. જ્યાં ગોલ્ડને એક અવરોધ નડી શકે છે. ગોલ્ડે કેલેન્ડર ૨૦૨૧માં અન્ય કોમોડિટીઝની સરખામણીમાં ખૂબ જ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. ક્રૂડમાં પણ ભાવ ઝડપથી કરેક્ટ થવાની શક્યતા નથી. ક્રૂડમાં રશિયન ઓઈલ પર પ્રતિબંધ ના મૂકવામાં આવે પરંતુ ઈરાનના ઓઈલને બજારમાં પ્રવેશવામાં વિલંબ થાય તો પણ ક્રૂડના ભાવ ૧૫૦ ડોલર સુધી ઊછળી શકે છે. ઓપેકે હવે નવી ઉત્પાદન વૃદ્ધિની ના પાડી છે. જો યુરોપિયન દેશો રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરે તો ક્રૂડ ૧૮૦-૨૦૦ ડોલર સુધી ઊછળી શકે છે. રશિયા વિશ્વનો ૧૦ ટકા ક્રૂડ સપ્લાય ધરાવે છે. જેને કારણે વૈશ્વિક સપ્લાયમાં દિવસના ૫૦ લાખ બેરલની તંગી જોવા મળી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x