ગાંધીનગર

કુડાસણમાં પ્રતિક મોલનું BU ન હોવાથી સીલ કરાશે, ગટર જોડાણ કપાયું

ગાંધીનગર :

કુડાસણ ખાતે BU પરમિશન વગર ધમધમી રહેલા કોમર્સિયલ બિલ્ડીંગ પ્રતિક મોલનું ગટરનું કનેક્શન ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કાપી નાંખવામાં આવ્યું છે. બીયુ વગર ચાલી રહેલા બિલ્ડીંગ સામે કાર્યવાહીની આ પ્રથમ ઘટના સામે આવી છે. મ્યુનિ તંત્રને એક્શનમાં આવેલી જોઈને બીયુ વગરના બિલ્ડીંગધારકોમાં ફફડાટ ફેલાયો છે. નિયત સમયમાં બીયુ નહી લેવામાં આવે તો બિલ્ડ સીલ કરી દેવાની નોટિસમાં ચીમકી આપવામાં આવી છે. કુડાસણમાં પ્રાઈમ લોકેસનમાં આ પ્રતિક મોલ આવેલો છે. હાઈકોર્ટમાં ફાયર સિસ્ટમ વગરના બિલ્ડીંગોને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવેલી છે. આ પીઆઈએલ હાઈકોર્ટમાં ચાલી રહી છે. દરમિયાન હાઈકોર્ટે બીયુ પરમિશન વગરના કોમર્સિયલ બિલ્ડીંગોને સીલ મારવા સહિતની કાર્યવાહી કરવાની સુચના આપી હતી. કુડાસણ ખાતેનો પ્રતિક મોલ પણ બીયુ વગર જ ચાલી રહ્યો હતો. અગાઉ ગુડા દ્વારા પણ બિલ્ડીંગને બીયુ પરમીશન મુદ્દે નોટિસ આપેલી હતી. ત્યારબાદ હવે આ તમામ વિસ્તાર ગાંધીનગર કોર્પોરેશનની હદમાં ભળ્યો છે. આથી કોર્પોરેશન દ્વારા પણ એકાદ મહિના પુર્વે પ્રતિક મોલના સંચાલકને બીયુ પરમીશન માટે નોટિસ ફટકારી હતી. મ્યુનિ તંત્ર દ્વારા ઘણી નોટિસો ફટકારવા છતાં પ્રતિક મોલના વહીવટદારો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહી. પ્રાપ્ત વિગતમાં પ્રતિક મોલને સાત માળ સુધીની વિકાસ પરવાનગીમાં બેઝમેન્ટમાં પાર્કિંગની સાથે સાથે ત્રણેક જેટલા સ્ટોરની મંજુરી મળી શકે. પરંતુ ત્યારબાદ બિલ્ડર દ્વારા વધુ ત્રણ માળ ઉપર ખેંચતાં પાર્કિંગ માટે થઈને સ્ટોર દુર કરવા પડે. જે કર્યા નથી. તે બાબત પણ તંત્રના ધ્યાને આવી છે. વધારાના ત્રણ માળ માટે રિવાઈઝ પરવાનગી લેવી પડે જે કાર્યવાહી પણ નથી કરવામાં આવી તેવું જાણવા મળ્યું છે. કોર્પોરેશન દ્વારા વારંવાર નોટિસ પાઠવીને બીયુ પરમીશન લઈ લેવા માટે ધ્યાન દોરવામાં આવ્યું હતું. છતાં કોઈ કાર્યવાહી નહી થતાં રવિવારે રજાના દિવસે ગાંધીનગર કોર્પોરેશનની ટીમ દ્વારા સ્થળ પર જઈને પ્રતિક મોલના બિલ્ડીંગનું મેઈન ગટરનું જોડાણ જ કાપી નાંખવામાં આવ્યું હતું. પ્રતિક મોલમાં ઉપરના ભાગે ઓફિસો અને નીચે દુકાનો મળને ૭૦ જેટલા યુનિટ આવેલા છે. આજે સવારે જ્યારે ગટરનું જોડાણ કાપી નાંખવામાં આવ્યું હોવાની ખબર પડતાં જ ઓફિસ અને દુકાન માલિકોમાં દોડધામ મચી જવા પામી છે. જો હજુપણ બીયુ લેવામાં વિલંબ કરવામાં આવશે તો હાઈકોર્ટની સૂચના મુજબ તંત્ર બિલ્ડીંગને આગામી દિવસોમાં સીલ કરવા સુધીની કાર્યવાહી કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x