નિસર્ગ કોમ્યુનિટ સાયન્સ સેન્ટર ધ્વારા એન.જી.સી. ઇકો કલબના ઇન્ચાર્જ શિક્ષકોનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર :
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી,પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર,ગાંધીનગર ધ્વારા વર્ષ દરમિયાન વિવિધ વિજ્ઞાન લક્ષી અને પર્યાવરણીય લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેમાં શિક્ષકો માટે વિવિધ વિષયોને આધીન તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના સહયોગથી ઇકો ક્લબ સાથે જોડાયેલ શિક્ષકો માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૦/૦૩/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મહેમાન તરીકે ગાંધીનગર મ્યુનીસીપલ કમિશનર ડૉ.ધવલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો ભરતભાઈ વઢેર અને નિસર્ગ સાયન્સ સેન્ટર ના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ અનીલ પટેલ, શ્રી આલાપભાઈ પંડિત,નેચર એજ્યુકેટર,ગીર ફાઉન્ડેશન અને વૈશાલીબેન ઉપસ્થિત રહ્યા હતા. વક્તા તરીકે શ્રી નરેશ ઠાકર,પૂર્વ પી.આર.ઓ.જી.પી.સી.બી.ગાંધીનગર અને શ્રી હેમંત સુથાર, નિવૃત,નાયબ વન સંરક્ષક,વન્યજીવન નિષ્ણાત,પ્રકૃતિ શિક્ષણશાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. ડૉ.ધવલ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કચરાના વ્યવસ્થાપન માટે સરકારશ્રી ધ્વારા કરવામાં આવતી વ્યવસ્થા અંગે માહિતી આપી હતી તેમજ ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે શિક્ષકોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ડો ભરતભાઈ વઢેરે શિક્ષકોને શાળામાંથી નીકળતા કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને શાળાઓ ગ્રીન અને ક્લીન બને તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. શ્રી આલાપ પંડિતે તેમના પ્રાસંગિક પ્રવચનમાં આવેલા શિક્ષકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વાત કરી હતી જેમાં તેઓએ વેસ્ટ પ્લાસ્ટીકને કઈ રીતે બેસ્ટ બનાવીને તેનો પુનઃ ઉપયોગ કરી શકાય તે સમજાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને સરળ રીતે સમજાવી શકાય તેવા કેટલાક રસપ્રદ ઉદાહરણો પણ તેમને જણાવ્યા હતા. તદ્દઉપરાંત ગીર ફાઉન્ડેશન ની જુદી જુદી પર્યાવરણીય અને સ્વરછતા અંગેની કામગીરીની માહિતી શિક્ષકોને જણાવી હતી.પ્રકૃતિ શિક્ષણ શિબિર માં શાળાઓને નોધણી પ્રક્રિયા વિષે પણ જણાવ્યું હતું.
મુખ્ય વક્તા શ્રી નરેશ ઠાકરે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ધ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષય અંતર્ગત પ્લાસ્ટીકના વપરાશ, કચરાનું વ્યવસ્થાપન અને તેના નિકાલની પદ્ધતિઓ વિષે સમજ આપી. હતી તેમજ તેના કાયદાઓ વિષે પણ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું. શ્રીહેમંત સુથારે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ધ્વારા મરીન પ્લાસ્ટિક પ્રદુષણ અંતર્ગત તેમના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે આપડે બધાજ પર્યટન સ્થળોએ જવાનું થાય ત્યારે મોટા ભાગના લોકો જે તે સ્થળનું પર્યાવરણ જાળવતા નથી. દરેક સુંદર સ્થળની એક ગરીમા હોય છે. તેને ઝાંખપ ન લાગે તે જોવાની આપણી ફરજ છે. આવા સુંદર સ્થળે જ્યાં-ત્યાં કચરો ફેંકતાં કે બિસ્કિટ- વેફરનાં ખાલી પેકેટ ફેંકતાં આપણે અચકાતા નથી. તેઓએ દરિયાઈ પ્રદુષણ ના કેટલાક આકડાઓ પણ બતાવ્યા હતા અને તે અંગે ચિંતા પણ દર્શાવી હતી. તેમને મનુષ્ય જેટલુજ પ્રાણીઓને મહત્વ આપીએ અને પ્રદુષણ થી તેઓના મૃત્યુ ન થાય તે માટે જાગૃતિ લાવવા વિદ્યાર્થીને વાર્તા સ્વરૂપે સમજાવી શકાય તેમ જણાવ્યું હતું. ડૉ.અનીલ પટેલે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં શાળાની ભૂમિકા વિષય અંતર્ગત પોતાના વક્તવ્યમાં શાળાઓ અને મહાશાળાઓ માં જે કચરો પેદા થાય છે તેનું વ્યવસ્થાપન શિક્ષકો અને વિદ્યાર્થીઓ કઈ રીતે કરી શકે તેની સમજુતી આપી હતી. હાર્દિક મકવાણાએ શાળામાંથી નીકળતા ભીના કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરી શકે તે હેતુ થી આ ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતર કઈ રીતે તૈયાર કરી શકાય તેનું નિદર્શન બતાવ્યું હતું .તેમજ કમ્પોસ્ટિંગ પ્રક્રિયા ના જુદા જુદા ૯ પગલા વિષે સમજાવ્યું હતું
કાર્યક્રમના અંતે કેટલાક શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા જેમાં તેમને પોતાની શાળામાં પ્લાસ્ટિક વ્યવસ્થાપન અંગે લેવાતી કાળજી અને પર્યાવરણીય અભિગમ વિષે પણ જણાવ્યું હતું. ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન,ગાંધીનગર, ધ્વારા તૈયાર કરવામાં આવેલ સૃષ્ટિ,વર્લ્ડ ઓફ મેન્ગૃવ્સ,ચેરના વનો-નિવસનતંત્ર,અરડુંસાના વ્રુક્ષોનો ઉછેર જેવા પુસ્તકો અને મરીન બાયોડાયવર્સિટીની સીડી તેમજ સંદર્ભ સાહિત્ય આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ૫૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.