ગાંધીનગર

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ટીમે માળિયામાં ઓપરેશન પાર પાડ્યું, …. ૩૩.૪૦ લાખનો મુદામાલ કબજે લીધો…..

Gandhinagar

માળિયા હાઈવે પરથી પસાર થતા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાના અનેક કોભાંડથી માળિયાની છબી ખરડાયેલી છે ત્યારે હવે ટેન્કરમાંથી સોયાબીન તેલ કોભાંડ ખુલ્યું છે જેમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ટીમે સફળ ઓપરેશન પાર પાડીને બે ટેન્કર સહિતના મુદામાલ સાથે ચાલકની અટકાયત કરી ૩૩.૪૦ લાખનો મુદામાલ કબજે લીધો છે.

કચ્છના કંડલાથી સોયાબીન તેલના ટેન્કર લઈને માળિયા હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ડ્રાઈવર ક્લીનર સાથે સેટિંગ કરીને ટેન્કરમાંથી સોયાબીન તેલ કાઢી લેવાનું મસમોટું કોભાંડ માળિયા હાઈવે પર ચાલતું હોય જે મામલે સ્થાનિક પોલીસ તેમજ જીલ્લાની એજન્સીઓ અંધારામાં હોય, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને મળેલી બાતમીને પગલે સીઆઈડી ક્રાઈમની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું

જેમાં ભીમસર ચોકડી નજીક ખેતરમાં ઇલેક્ટ્રિક લાઈટના અજવાળે ટેન્કરમાંથી ઓઈલ કાઢતા ઈસમો જેમાં ટેન્કર નં જીજે ૧૨ એઝેડ ૯૮૨૭ નો ચાલક હાજીસા બાઉસા ફકીર (ઊવ ૪૦) રહે. ગોતર તા. રાધનપુર જી પાટણ અને તેજારામ બાબુલાલ પ્રજાપતિ (ઊવ ૨૦) રહે. જી. જાલોર રાજસ્થાનવાળાને ઝડપી લઈને ટેન્કરનું સીલ તૂટેલું હોય જેમાં કેરબામાં ત્રીસ લીટર સોયાબીન તેલ ભરેલું મળી આવ્યું હતું તેમજ અન્ય ટેન્કર જીજે ૧૨ એવાય ૫૭૮૬ તેનો ચાલક સુલતાન નામનો ઇસમ સાથે સેટિંગ કરીને ટેન્કરમાંથી ઓઈલ કાઢવાનો ગોરખધંધો કરતા હોવાનો ખુલાસો થયો છે

સીઆઈડી ક્રાઈમ ટીમે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ઓઈલની કીમત ૧૪,૯૦,૦૦૦ , ટેન્કર ૧૦ લાખ તેમજ અન્ય ટેન્કરમાં ભરેલ ઓઈલ કીમત ૩ લાખ અને ટેન્કર કીમત ૫ લાખ ઉપરાંત રોકડ, મોબાઈલ અને તેલ ચોરીના સાધનો, કેરબામાં ભરેલ ઓઈલ, મોબાઈલ સહીત કુલ ૩૩,૪૦,૧૨૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

આ ગોરખધંધામાં કૌશિક પટેલ રહે. ઊંઝા જી. મહેસાણા, ભરત કરશન આહીર યશોદા ગામ ભચાઉ કચ્છ અને જુસબ મહમદઅલી જેડા એ ત્રણ ઈસમો મુખ્ય સુત્રધાર હોય જેના નામો ખુલતા સીઆઈડી ક્રાઈમ ટીમે વધુ તપાસ ચલાવી છે તો માળિયા પંથકમાં મસમોટા સોયાબીન ઓઈલના કોભાંડમાં સ્થાનિક પોલીસ ઊંધતી ઝડપાઈ હતી અને ગાંધીનગર ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x