ગાંધીનગર

આજ ગાંધીનગર જીલ્લા કોંગ્રેસની અગત્યની બેઠક

Gandhinagar

આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે કોંગ્રેસ પક્ષે કવાયત આદરી છે. જેના ભાગ રૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની ટીમના શ્રી રાજીવ સાતવજી ની આગેવાનીમાં રાષ્ટ્રીય આગેવાનો ગુજરાતના જીલ્લા ખુંદી રહ્યા છે. જ્યાં AICCના સેક્રેટરી શ્રી જીતેન્દ્ર બઘેલની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી સૂર્યસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને તેમજ જી.પ. પ્રમુખ શ્રીમતી મંગુબેન પટેલની અતિથિ વિશેષ પદે ગાંધીનગર જીલ્લા કોંગ્રેસની તાકીદની અગત્યની બેઠક તા-૨૦/૦૭/૨૦૧૮ શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે જીલ્લા પંચાયત ખાતે યોજવામાં આવી છે.જ્યાં ધારાસભ્યશ્રીઓ, પંચાયત/નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ફ્રન્ટલ ઓર્ગેનાઇજેસન, વિવિધ સેલ-વિભાગના પદાધીકારીઓ, તાલુકા-શહેરના પ્રમુખશ્રીઓ, જીલ્લા-તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો સહીત જીલ્લાના તમામ આગેવાનોને ઉપસ્થિત રહેવા જીલ્લા કોંગ્રેસની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x