ગાંધીનગર શહેરમાં ગુજરાત યોગ બોર્ડના યોગ ટ્રેનર બનો
ગાંધીનગર :
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને યોગ થકી લોકોનું માનસિક અને શારિરિક સ્વાસ્થ્ય સુધારો કરવાનો હેતુ છે. યોગ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગરૂકતા થાય તે માટેનો છે. યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે. જે થકી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોચ નિમવા, તેમજ યોગ કોચને તાલીમ આપી તાલીમબધ્ધ યોગ કોચ બનાવવા અને દરેક યોગ કોચ હેઠળ ૧૦૦ જેટલાં યોગ ટ્રેનરો તૈયાર કરવા આ યોગ ટ્રેનરો દ્રારા યોગ વર્ગો તેમના વિસ્તારમાં યોગ બોર્ડ અંતર્ગત શરૂ કરાવવાની કામગીરી આ બોર્ડ દ્રારા કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર શહેરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર બનાવવાની કામગીરી ચાલુ થયેલ છે. ગાંધીનગર મહાનગરપાલીકા વિસ્તારને યોગમય બનાવવા ગાંધીનગર શહેરના તમામ વૉડૅના એરિયામાં યોગ ટ્રેનર બનાવવાનાં હોય તો ઈચ્છા ધરાવતી દરેક વ્યક્તિઓને વૉડૅ ના ટીમલીડરો એ સાથે રહી માર્ગદર્શન આપી યોગ ટ્રેનર બનનાર ને ગુજરાત યોગ બોડૅની નીચેની લીંક માં અવશ્ય રજીસ્ટ્રેશન કરાવવાનુ રહૅશૅ. બોર્ડની વેબસાઇટ www.gsyb.in છે. ટૂંક સમયમાં ગુજરાત યૉગ બોર્ડના ટીમ લીડર દ્વારા ૧ તારીખથી ગાંધીનગરમાં તમામ વિસ્તારમાં ટ્રેનિંગ ક્લાસ શરૂ થશે. આ અંગેની વધુ વિગતો માહિતી માટે વૉડૅના ટીમ લીડર અથવા ગાંધીનગર મહાનગરપાલિકાના કો-ઓર્ડીનેટર ભાવનાબેન જોશી નૉ મૉ. 8200081604 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ આપની આજુબાજુ માં યોગમાં રસ ધરાવતી વ્યક્તિઓએ યોગા ટ્રેનર બનવા ઉપરોક્ત વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવી નજીકના ટીમ લીડરને એપ્લિકેશનનો સ્ક્રીનશોટ મોકલી આપી ગાંધીનગરને યોગમય બનાવવા સૌ સહભાગી થઈ સહકાર આપવા અનુરોધ કરાયો છે.