ગાંધીનગર

યોગી એજ્યુટ્રાન્ઝિસ્ટ પ્રા.લી. દ્વારા ગાંધીનગરથી માણસા, કલોલ તથા નારદીપુરના સિટી બસ ના નવીન રૂટનો લોકાર્પણ કાર્યક્રમ મેયરના અધ્યક્ષસ્થાને યોજાયો

ગાંધીનગર :

યોગી એજ્યુટ્રાન્ઝિસ્ટ પ્રા.લી. સંચાલિત ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી ગાંધીનગર શહેર તથા વિવિધ ગ્રામ્ય વિસ્તારો ના રૂટ પર શહેરી બસ સેવા નું સુંદર સંચાલન થઈ રહ્યું છે અને તેના થકી નગરજનોને પરિવહનની ખૂબ ઉમદા સેવાઓ પુરી પડાઈ રહેલ છે. તેની સેવાઓમાં વધારો કરતાં આજરોજ તા.૨૧/૩/૨૦૧૧ ને સોમવાર થી ગાંધીનગરથી માણસા, કલોલ તથા નારદીપુર ના શહેરી બસ સેવા ના નવીન રૂટનો લોકાર્પણ કાર્યક્રમ શહેરી સેવા બસ સ્ટેશન ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર આદરણીય શ્રી હિતેશ મકવાણા ના અધ્યક્ષસ્થાને યોજાયેલ. કાર્યક્રમ ના શુભારંભે યોગી એજ્યુ ટ્રાન્ઝિસ્ટર પ્રા.લિ.ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મુકેશ વૈદ્ય દ્વારા સ્વાગત પ્રવચન કરાયેલ તથા સેવા અંગેની માહિતી પૂરી પડાયેલ. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું ડાયરેક્ટર શ્રી ભરતસિંહ કુંપાવત તથા અન્ય અધિકારી અને સ્ટાફ ગણ દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયેલ. સાથે સાથે કોરોના કાળથી લઈને તેમના સેવા કાળ દરમ્યાન ખડે પગે સમયસર બસ સંચાલનમાં મેનેજર, ડ્રાઇવર અને કંડકટર તરીકે ઉમદા સેવા પૂરી પાડનાર આઠ જેટલા સ્ટાફ મિત્રોને મહાનુભાવશ્રીઓ ના હસ્તે મોમેન્ટો આપી અને સન્માન પણ કરાયેલું. ત્યારબાદ માન.મેયરશ્રી હિતેષભાઇ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયેલ તથા આજરોજથી શુભારંભ થયેલા ગાંધીનગર માણસા રોડ ઉપર આગામી ગુરુવાર સુધી જનતા નિશુલ્ક મુસાફરી કરી શકશે તેવી પણ જાહેરાત કરતાં સૌએ તે વાતને વધાવી લીધેલ. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવીને નવા રૂટ ઉપર ની દસ જેટલી સિટી બસને રૂટ ઉપર રવાના કરાયેલા જેને ઉપસ્થિત સર્વેએ હર્ષભેર આતશબાજી સાથે વધાવી લીધેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માસ્ટર એન્કર વિનોદ કુમાર ઉદેચા દ્વારા કરાયેલ જે બદલ સૌએ તેમને અભિનંદન પાઠવેલ આ કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી હિતેષભાઇ મકવાણા ની સાથે ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ ગાંધીનગર દક્ષિણાયન વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ, મહામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નાયબ મ્યુનિ. કમિશ્નર પી.ડી. માનસાતા મેડમ તથા શ્રી કેયુર જેઠવા સાહેબ, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી મહેન્દ્રભાઈ પટેલ(દાસ), પદમસિંહ ચૌહાણ, યશપાલસિંહ ઝાલા, ભરતભાઈ દીક્ષિત તથા અગ્રણી શ્રી ગુણવંતભાઈ સુતરીયા યોગેશભાઈ પટેલ નિલેષભાઈ પટેલ તથા ગૌસ્વા, નિતીન પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x