Facebook, tweeter બાદ રશિયાએ instagram ઉપર પણ પ્રતિબંધ મુક્યો
વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સને કટ્ટરપંથી સંગઠન ગણાવ છે. રશિયાની એક કોર્ટે મેટાને ચુકાદો સંભળાવ્યો છે કે અતિવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી તે રશિયામાં ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકે. રશિયાની કોર્ટનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે મોટાભાગની કંપનીઓ દેશ છોડીને જઈ રહી છે.
અનેક દેશોએ રશિયા ઉપર પ્રતિબંધની જાહેરાત બાદ દેશની સૌથી મોટી ડેરી કંપની Danone, કોકા કોલાએ પોતાનો કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી છે. પગરખાના કારોબાર સાથે સંકળાયેલી અમેરિકાની કંપની Nike તથા હોમ ફર્નિશિંગ સાથે જોડાયેલી સ્વીડિશ કંપની IKEAએ પણ રશિયામાં પોતાના સ્ટોર હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી ચુક્યા છે.
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલી જંગલમાં યુક્રેનના અલગાવવાદી કમાન્ડર સર્ગેઈ માશકિનની હત્યા કરી નખાઈ છે. તે અલગાવવાદી ગુટ DPRનો કમાન્ડર હતો. આ ઉપરાંત યુક્રેનને રશિયાના અલ્ટીમેટમ પર મૌન તોડ્યું છે. આ મામલે કહ્યું છે કે, મારિયુપોલમાં અમે હથિયાર મૂકીશું નહીં.