ગાંધીનગરધર્મ દર્શન

સરગાસણ ખાતે ત્રિદિવસીય ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું

ગાંધીનગર :

ભારતીય સંસ્કૃતિનાં સંવર્ધન તથા નૈતિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે કાર્યરત યુગઋષિ પંડિતશ્રી રામશર્મા આચાર્યજી દ્વારા સ્થાપિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનાં અવતરણ સાથે ચારિત્રવાન, રાષ્ટ્રીય ઘડતર અને વિશ્વ કલ્યાણ અર્થે તથા સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોના મહામારી દ્વારા દૂષિત થયેલ વાતાવરણ અને પર્યાવરણનાં શુદ્ધિકરણ માટે ભારતીય ઋષિ પરંપરા અનુસાર શાંતિકુંજ હરિદ્વારનાં માર્ગદર્શનમાં ગાંધીનગરનાં આંગણે તા.૩૧ માર્ચ અને ૧ તથા ૨ એપ્રિલ – ૨૦૨૨ નાં રોજ ત્રિ-દિવસીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. સાથે સાથે સદ્દસાહિત્ય મેળવવા ઈચ્છા ધરાવતા પરિવારોનાં ઘરે સદ્દગ્રંથ સ્થાપના માટેનું આયોજન પણ કરેલ છે. તા. ૧-૦૪-૨૦૨૨ નાં રોજ ૨ થી ૪ નાં સમયમાં “રાષ્ટ્રઉત્થાનમાં નારીનું યોગદાન” વિષય ઉપર ‘મહિલા સંમેલન રાખેલ છે.

આ યજ્ઞમાં આહૂતિ આપવા, દર્શન કરવા અને દેવશક્તિઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નો લાભ વધારેમાં વધારે સમગ્ર ગાંધીનગરનાં તમામ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની ધર્મપ્રેમી જનતા લઈ શકે તે માટે આમંત્રણ અપાયું છે.

યજ્ઞ સ્થળ :- નીલકંઠ મહાદેવ તથા હનુમાન મંદિર, હડમતિયાની પાસે, ખ-૦ રોડ, સરગાસણ ગાંધીનગર.

આયોજક & સંપર્ક : ગાયત્રી પરિવાર, ગાયત્રી શક્તિપીઠ, સેક્ટર – ૧, ગાંધીનગર મોબાઈલ નંબર :- ૮૪૦૧૧૨૯૨૪૧

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x