રવિવારે શહીદોને શ્રધ્ધાંજલિ અર્પતો કસુંબલ ડાયરો “એક શામ શહીદોકે નામ”
ગાંધીનગર :
ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શહીદોને શ્રધ્ધાંજલિ-વીરાંજલી અર્પવા દેશદાઝથી ભરપુર દેશ ભકિત ગીતો શૌર્યગીતો નાં કસુંબલ ડાયરા “એક શામ શહીદો કે નામ” નું તાઃ ૨૭-૦૩-૨૦૨૨ રવિવાર ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે ભારત માતા મંદીર સેકટર-૭ એ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક શ્રી ભરત ઠાકોર તથા રેડીયો અને ટીવી ના જાણીતા આંતરરાષ્ટ્રીય કલાકાર (ICCR માન્ય, ભારત સરકાર) શ્રી સુરેશ રત્નોત્તર જાણીતા લોકગાયિકાઓ સુ.શ્રી રેખાબેન પંચાલ તથા સુ.શ્રી હીના બેન ઠાકોર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સંગીતના સૂરો રેલાવશે શ્રી જિજ્ઞેશ પંચાલ, સમીર પટેલ, ભલાભાઈ સોલંકી, અલ્કેશ પરમાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા લોકસાહીત્યકાર શ્રી અમૃતલાલ જોશી કરશે.
કાર્યક્રમમાં સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. આ કસુંબલ ડાયરાનો કાર્યક્રમ માણવા-શહીદોને શ્રદ્ધાંજલિ -વીરાંજલિ અર્પવા સર્વે સંગીત પ્રેમીઓ ને ભાવભીનુ આમંત્રણ છે.