SSV શાળામાં ૧૨ થી ૧૪ વર્ષની વચ્ચેના વય જૂથના વિદ્યાર્થીઓ માટે રસીકરણના પ્રથમ ડોઝનો કાર્યક્રમ
ગાંધીનગર :
કોરોના મહામારી એ દુનિયામાં કાળોકેર વરસાવ્યો છે ત્યારે છેલ્લા ૨ વર્ષથી દુનિયાભરમાં વ્યાપેલ કોરોનાથી રક્ષણ મેળવવા રસીની શોધ થઈ ગઈ છે. ગયા વર્ષે ૧૮નીવર્ષની ઉપરના દરેક નાગરીકને સરકાર દ્વારા નિ:શુલ્ક રસી આપવામાં આવી છે.ત્યાર બાદ ક્મશ: ૧૫ વર્ષ ઉપરના બાળકોને પણ રસી આપી દેવામાં આવી હતી.અને હવે ૧૨ થી ૧૫ વર્ષના બાળકો ને તેમની જ શાળામાં જ રસી આપવામાં આવી જેના અનુંસધાનના ભાગ રૂપે ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળાના ૧૨ થી ૧૪ના વર્ષના વિદ્યાર્થીઓને તારીખ ૨૫/૦૩/૨૦૨૨ના રોજ રસી આપવામાં આપવામાં આવી.