સોનીપુર સરપંચ મહેશસિંહ ઠાકોર દ્વારા નાના ભૂલકાઓને ફ્રી માં ચપ્પલનું વિતરણ કરાયું
ગાંધીનગર :
આજના આધુનિક અને અવનવી ફેશના યુગમાં સેવા કરવી કે કોઈને મદદરૂપ થવું એ પણ એક લાહ્વો કે તક છે જે દરેક કોઈને નથી મળતી હોતી અને કોઈ દરેક વ્યક્તિ સેવાકીય પ્રવૃતી નથી કરી શકતું આજના ભાગદોડ ભર્યા જીવનમાં ક્યાંકને ક્યાંક પરસ્પર માનવતાના ભાવની ખોટ દેખાય રહી છે પરંતુ શું આપણી સનાતન સંસ્કૃતિને ભૂલી ગયા કે એ આપણને એકબીજાને મદદરૂપ થતા શીખવે છે આપણે આપણી સનાતન સંસ્કૃતિને ભૂલવી ના જોઈએ અને પરસ્પર એકબીજાને મદદરૂપ થતા રહેવું જોઈએ આજે પણ ક્યાંકને ક્યાંક સેવાની છોળો ઊડતી નજરે પડતી હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ આ છે ગાંધીનગર તાલુકાના સોનીપુર ગામાં રહેતા અને નવયુવાન કે એક સામાન્ય ખેડુત પરિવાર માંથી આવે છે અને પોતાને આર્થિક સગવડની વ્યવસ્થાઓ ના હોવા છતાં પણ અવાર નવાર જનતા સેવા,અબોલ જીવોની સેવા તેમજ ગામ અને ગામના તમામ લોકોનો તેમજ તમામ સમાજના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ અને સેવાકીય પ્રવૃતિઓની કામગીરીમાં અગ્રેસર રહેનાર નરેશસિંહ એસ. ઠાકોર (સોનીપુર) દ્વારા અને ગામના નવયુવાન સરપંચશ્રી મહેશસિંહ ઠાકોર અને રણજીતસિંહ ઠાકોર, મેહુલસિંહ ઠાકોર, રણછોડસિંહ ઠાકોર, મયુરસિંહ ઠાકોર આ તમામ સાથી મિત્રોના સહિયારા પ્રયાસથી આજ રોજ નાના ભૂલકાં બાળકોને ફ્રીમાં ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.