રખડતાં ઢોરના ત્રાસ મામલે બનાવેલ કાયદા સામે માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો
ગાંધીનગર :
રાજ્ય સરકાર (State government) રખડતાં ઢોર (stray cattle) ના ત્રાસ મામલે કાયદો (law) બનાવવા જઇ રહી છે ત્યારે આ કાયદો અમલમાં આવે તે પહેલા માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ (Rajkot) માં માલધારી સમાજે આજે જિલ્લા કલેક્ટર (Collector) ને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે કાયદો બનાવતા પહેલા રખડતાં ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા (Alternative arrangement) કરવામાં આવે. કોરોના (corona) ના કપરા કાળમાં માલધારી સમાજે પોતાના જીવ જોખમમાં મૂકીને લોકોને દૂધ પુરૂ પાડ્યું હતું. માલધારી સમાજની ગાયો ક્યારેય છોડતો નથી પરંતુ આખલાઓ રસ્તા પર જોવા મળે છે. માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ કહ્યું હતું કે વિધાનસભામાં જે બિલ પાસ થવા જઇ રહ્યું છે તે માલધારી સમાજ વિરુધ્ધનું બિલ છે. જો સરકારે કાયદો બનાવવો હોય તો પહેલા માલધારી સમાજ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ.