ગાંધીનગરગુજરાત

ગાંધીનગર DSP મયુર ચાવડા બદલાયા, નવા DSP તરીકે તરુણ દુગ્ગલની નિમણુંક

ગાંધીનગર :

ગુજરાતમાં એક સાથે 77 આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનો હૂકમ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની બદલી ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં કરીને તેમના સ્થાને બનાસકાંઠા એસપી તરુણ દુગ્ગલની નિમણુંક કરવામાં આવી છે. વિધાનસભાની ચુંટણીનાં પડઘમ સંભળાઇ રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આઈપીએસ ઓફિસરની બલીઓની કાગડોળે રાહ જોવાઈ રહી છે. સરકાર દ્વારા આ માટે મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. અંતે વિધાનસભા પૂર્ણ થયાં પછી રાજ્ય સરકાર દ્વારા ગંજીકો ચીપીને 57 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે 20 આઇપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

રાજ્યમાં વિધાનસભા પૂર્વે મોટાભાગના જિલ્લાના એસપીની બદલીઓ કરી દેવાઈ છે. આ સાથે જ સીઆઈડી ક્રાઈમ સહિતની મોટી સંસ્થાઓમાં આઈપીએસ અધિકારીઓ તરીકે ફરજ સંભાળતા અધિકારીઓની બદલી અને બઢતી થઈ છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની પણ બદલી કરી દેવાઈ છે. જેમને ઇન્ટેલિજન્સમાં મૂકવામાં આવ્યા છે. બનાસકાંઠા એસપી તરીકે કાર્યભાર સંભાળનાર તરુણ દુગ્ગલની ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે વરણી કરવાનો હુકમ થયો છે. આઇપીએસ તરુણ દુગ્ગલ 2011ની બેચનાં અધિકારી છે. જેઓ વડોદરા એસપી તરીકે સેવાઓ આપ્યા પછી બનાસકાઠાં પોલીસ વડા તરીકે છેલ્લે કાર્યરત હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આઇપીએસ અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવતાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી પણ સંભાવના જોવાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x