ગુજરાત

ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ખાતે માઇભક્તોનું ઘોડાપુર

પાવાગઢ :

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલૂકાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ગૂજરાત સહિત આવેલા અન્ય રાજ્યોમાંથી આવેલા માઇભક્તોનો વહેલી સવારથી જ ધસારો જોવા મળ્યો હતો. પાંચ વાગે મંદિરના દ્વાર ખુલતા મા મહાકાળીના દર્શન કરીને માઈભક્તોએ ધન્યતા અનૂભવી હતી. વહીવટીતંત્ર દ્વારા ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી આવનારા દર્શનાર્થીઓ માટે તૈયારી કરી છે.

આજની ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. દેશની બાવન શક્તિપીઠો માંની એક શક્તિપીઠ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવેલી છે. જ્યા પાવાગઢ પર્વત પર જગતજનની મહાકાલી બિરાજે છે. ચૈત્રી નવરાત્રીના પર્વમાં મહાકાલીના દર્શનનુ વિશેષ મહત્વ હોય છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી મંદિરના દ્વાર ખુલતા મહાકાલીના દર્શન કરવા માટે ગૂજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી, અને વિદેશમાંથી આવેલા માઇભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ચૈત્રી નવરાત્રીમાંથી ગૂજરાતભરમાંથી પગપાળા સંઘો આવતા હોય છે. પાવાગઢ જતા રસ્તા પર પગપાળા સંઘો જોવા મળ્યા હતા. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ઠેરઠેર વિસામાનૂ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં ભાવિક ભક્તો માટે ભોજન, ચા-પાણી-નાસ્તા સહિતની સુવિધાઓ નિશુલ્ક આપવામા આવી રહ્યા છે. મંદિર સૂધી પહોચી શકે તે માટે એસટી નિગમ દ્વારા તળેટીથી માંચી સુધી 50થી વધુ બસો દોડાવાઈ રહી છે. ભાવિક ભક્તોના ધસારાને પગલે પોલીસ વિભાગ દ્વારા ૩ ડીવાયએસપી 9 પી.આઈ 30 પી.એસ.આઇ 375 પોલીસ જવાન મહિલા પોલીસ સહિત તેમજ 500 ઉપરાંત હોમગાર્ડ તેમજ જીઆરડી મળી 900 જવાનો ફરજ બજાવશે.

આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી સીસીટીવી કેમેરા થકી પોલીસ મથકના કંટ્રોલ રૂમમાંથી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ પણ ખડે ફરજ બજાવી રહ્યો છે. નવરાત્રી પર્વને લઇને નવ દિવસ સૂધી યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનનો લાભ લેશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીની ચૈત્રી નવરાત્રી દરમ્યાન પૂજા અર્ચના કરી આરાધના કરવાનો અનોખો મહિમા અને શ્રદ્ધા સાથે પરંપરા છે જેમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે યાત્રાધામ પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા-અર્ચના સાથે આરાધના કરી ધન્યતા અનુભવે છે જેમાં હજારોની સંખ્યામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી માઇભકતો પોતાની માનતાઓ, બાધાઓ અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ચૈત્રી નવરાત્રી દરમ્યાન મહાકાળી માતાજીના રથ સાથેના સંઘ તેમજ પગપાળા સંઘ સાથે કેટલાક કિલોમીટરના અંતર પગપાળા કાપી યાત્રાધામ પાવાગઢ ખાતે પધારે છે. જેમાં મહાકાળી માતાજીના ભક્તોને સત્કારવા અને તેઓને સુખ સુવિધા અને જમવા પાણી સહિતની વ્યવસ્થા કરવા માટે ઠેરઠેર સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પાવાગઢ હાલોલ તરફ આવતા મુખ્ય માર્ગો સહિત અનેક ગામોમાં વિસામા ઉભા કરી મહાકાળી માતાજીના ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાય છે. જે અંતર્ગત હાલોલ પાવાગઢ રોડ પર આવેલ હોટલ વિવેક પાસે વડોદરા વડસર ગામના જય મહાકાળી યુવક મંડળ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મહાકાળી માતાજીના ભક્તજનોની સુખ-સુવિધા અને આરામ સહિત જમવા પાણીની વ્યવસ્થા માટે વિશાળ અને અધતન તમામ સુવિધાઓથી સભર વિસામો તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે જેને બુધવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો જેમાં આ વિસામા ખાતે મોટી સંખ્યામાં માઇભકતો આરામ કરી શકે તેવી તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરાઇ છે તેમજ ચા નાસ્તો પાણીથી લઇ બે ટાઈમ ભરપેટ જમવા તેમજ ઠંડા પીણા અને છાશ સહિતની તમામ સુવિધાઓ આ વિશાળ વિસામાં ખાતે ઉપલબ્ધ કરાઈ છે. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વને લઇને આ વિસામાના આયોજકોએ તમામ સુવિધા ઉભી કરી તમામ તૈયારીઓ સાથે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x