સ્પંદન પીડીયાટ્રિક રિહેબ્લિટેશન સેન્ટર દ્વારા “વર્લ્ડ ઓટિઝમ ડે”ના દિવસે જાગૃતિ માટે રેલી યોજાઇ
ગાધીનગર :
2જી એપ્રિલ કે જે “વર્લ્ડ ઓટિઝમ ડે” તરીકે વિખ્યાત છે. એ દિવસની ઉજવણી માટે અને સામાજિક જાગૃતિ માટે સ્પંદન પીડીયાટ્રિક રિહેબ્લિટેશન સેન્ટર, સેક્ટર ૧૧, દ્વારા ગાંધીનગરમા એક રેલી (Walk for Autism) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગાંધીનગરના ધ-૨ સર્કલ થી ઘ-૩ સર્કલ સિવિલ હોસ્પિટલ સુધી યોજાયેલી હતી. આ રેલીમાં બાળકોના ફિઝીયોથેરાપિસ્ટો, ઓક્યુપેસનલ થેરાપિસ્ટ, ઓટિઝમથી પીડાતા બાળકો અને બાળકોના માતા-પિતા, શારદા ફિઝીયોથેરાપી કોલેજના સ્ટુડન્ટ્સ, કમલા અમૃતમ ફિઝીયોથેરાપી કૉલેજના સ્ટુડન્ટ્સ મળીને કુલ ૫૦ થી ૬૦ વ્યક્તિઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીમાં પ્લે કાર્ડ, પોસ્ટર કાર્ડ તથા બેનરો દ્વારા ઓટિઝમને લગતી માહિતી દર્શાવાઇ હતી અને ઓટિઝમ થવાના કારણો અને લક્ષણો દર્શાવતા પ્લેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જો સમયસર ઑટિઝમનું નિદાન અને સારવાર કરવામાં આવે તો બાળકો નોર્મલ થઇ શકે છે. ઓટીઝમ જન્મ થી ૩ વર્ષ સુધીમાં પરખાઈ આવે છે. જેની સારવારમાં નીચેની થેરાપીનો સમાવેશ થાય છે.
૧. સેન્સરી ઇન્ટીગ્રેશન થેરાપી
૨. ઓક્યુપેશનલ થેરાપી
૩. સ્પીચ થેરાપી
૪. ન્યુરો ડેવલપમેન્ટ થેરાપી (જરૂર જણાય તો)
૫. ABA થેરાપી