ગાંધીનગર

ડભોડામાં મંદિરના ભોયરામાં સંતાડેલો દારૂનો જથ્થો પકડાયો

ગાંધીનગર :

રાજ્યમાં દારૂબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે ત્યારે ડભોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ડભોડા ગામે રહેતો નવઘણજી પ્રતાપજી વાઘેલા તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું મોટાપાયે વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા અહિં દરોડો પાડી તેના મકાનમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ઘર આંગણે બનાવવામાં આવેલા મેલડી માતાના મંદિરની પાછળના ભાગે બનાવવામાં આવેલા ભોયરામાં તપાસ કરતા વિદેશી દારૂની ૩૬ બોટલ તેમજ બીયરની ૧૪૪ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ૩૪ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને નવઘણજી ઠાકોરની શોધખોળ શરૂ કરી છે. તેના પકડાયા બાદ જ પોલીસને માલુમ પડશે કે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને કોને વેચવામાં આવતા હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x