રાષ્ટ્રીય

કોરોનાના સૌથી ખતરનાક ઓમિક્રોન XEની ભારતમાં એન્ટ્રી!

નવી દિલ્હી :

વિશ્વમાં ફરી વખત કોરોનાનો કહેર વર્તાવી રહેલ ઓમિક્રોનના XE વેરિયન્ટથી ભારતમાં પણ તારાજી સર્જાઇ શકે છે તેવી આશંકા વચ્ચે દેશમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે. પરંતુ સરકારે આ વાતને સંપૂર્ણપણે રદિયો આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હજુ સુધી ભારતમાં કોઇ નવો કોરોનાનો નવો ‘XE’ વેરિઅન્ટ મળ્યો નથી. સરકાર મીડિયા દ્વારા ટાંકવામાં આવેલા તાજેતરના અહેવાલોનો રદિયો આપ્યો છે. એક અહેવાલ અનુસાર ભારતમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં કોરોનાનો આ સંક્રમિત દર્દી જોવા મળ્યો છે.

કોરોના સંક્રમિત દર્દી ઓમિક્રોન XE વેરિયન્ટનો છે તેવી પુષ્ટિ BMC કમિશનર ઇકબાલસિંહ ચહલ દ્વારા બુધવારે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરીક્ષણ કરાયેલા 376 નમૂનાઓમાંથી 230 મુંબઈના રહેવાસી હતા.

“જિનોમ સિક્વન્સિંગ લેબમાં પરીક્ષણની આ 11મી બેચ હતી. 230માંથી 228 નમૂનાઓ ઓમિક્રોનના છે. બાકી સેમ્પલમાં એક કપ્પા વેરિઅન્ટ અને એક XE વેરિઅન્ટનો દર્દી છે. નવા વેરિયન્ટના દર્દીઓની સ્થિતિ ગંભીર નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x