ગાંધીનગરગુજરાત

ગુજરાત છોડી દો કહેનારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું શિસ્તભંગનાં પગલાં સાથે રાજીનામું લઈ લેવાશે?

રાજકોટ :

તાજેતરમાં રાજકોટ ખાતે રાજના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જેમને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતુ હોય તે જે દેશ-રાજ્યમાં સારું લાગે ત્યાં જતા રહેવાનું નિવેદન આપ્યું હતું તેની સામે ઠેરઠેર વિરોધ ઉભો થયો છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ચૂંટણી કમિશનર અને વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ રજૂઆત કરી છે. અગાઉ પણ બાળકો ખુલ્લામાં ભણતા હોય તો ભલે ભણે અમે ભણ્યા હતા તેવા નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટમાં તેમની સામે સુઓ મોટો કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વાલી મંડળે જણાવ્યું હતુ કે જિતુ વાઘાણીને ગુજરાત છોડી બીજે ચાલ્યા જવાનું કહેનાર આપ કોણ છો ? તમે તો પોતાને જનતાના સેવક ગણાવો છોને ? માલિક કેવી રીતે બની ગયા ? આ કઇ વાતનો દંભ છે ? આ જનતા છે એક નહી હજાર વખત સવાલ પૂછશે અને દરેક વખતે તમારે જવાબ આપવો પડશે. ગુજરાતની શિક્ષણની સ્થિતિથી તમે સારી રીતે વાકેફ છો અને જો ન હોવ તો શિક્ષણમંત્રી જેવા પદે તમારે રહેવું જોઇએ નહીં. વાલીઓની તકલીફ જુઓ તેઓ પોતાની અડધાથી વધારે કમાણી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે. ફી, નોટ-બુકસ, ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશનના નામે લૂંટ ચાલી રહી છે અને તમે આત્મમુગ્ધ બનીને ગુજરાતના શિક્ષણને દેશમાં સર્વશ્રેષ્ઠ કહો છો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x