ગાંધીનગર : ACBએ ટાઉન પ્લાનર અને આસી.પ્લાનરને 15 લાખની લાંચ લેતા ઝડપ્યા
ગાંધીનગર :
ગાંધીનગરમાં ACBની સફળ ટેપ 2 લાંચીયા સરકારી અધિકારી ઝડપાયા છે. રૂ. 15 લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ પ્લાનરને રંગે હાથ ઝડપ્યા છે. પેટ્રોલ પંપની જમીન NAના અભિપ્રાય માટે લાંચ માંગી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે સાચી અને વધુ વિગતો કાર્યવાહી પૂરી થયા બાદ જ બહાર આવશે. થોડાક દિવસો અગાઉ ફાયર વિભાગના એક અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયાની શાહી સુકાઇ નથી ત્યાં બહુ મોટી રકમની લાંચ લેતા બે લાંચીયા સરકારી અધિકારીઓ રંગેહાથ ઝડપાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર માં આજ રોજ ACB ના છટકામાં 2 લાંચીયા સરકારી અધિકારીઓ ઝડપાયા હોવાની વિગતો જાણવા મળી છે. પ્રાથમિક માહિતી મુજબ ટાઉન પ્લાનર એન.એન. મહેતા 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. ગાંધીનગરમાં પેટ્રોલ પંપની જમીન NAના અભિપ્રાય માટે 15 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીની પત્નીના નામે શેરથા ગામે કલેકટરશ્રી એ ૨ પ્લોટ સોંપેલ હતા. જે પ્લોટના ફાઇનલ માપ માટે ગુડામાં અરજી કરેલ હતી. જે પ્લોટના માપ તથા અભિપ્રાય માટે ટાઉન પ્લાનર એન.એન. મહેતા (વર્ગ-૧), ગાંધીનગર અને અન્ય એક આસી. પ્લાનરે રૂપિયા- ૧૫,૦૦,૦૦૦(પંદર લાખ) ની લાંચ માંગણી કરેલ. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોઇ આ અંગે ACB ને જાણ કરી હતી. બાદમાં ACB ની સફળ ટ્રેપમાં બે લાંચીયા સરકારી અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા.