શાળા અને શિક્ષણને લગતી ફરિયાદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા વોટસઅપ નંબર જાહેર કરાયો
ગાંધીનગર :
ગુજરાતમાં ભાજપ સરકાર શિક્ષણ જેવા મુદ્દા સામે છેલ્લા ૨૭ વર્ષમાં નિષ્ફળ નીવડી છે. ગાંધીનગર જેવી રાજધાની માં પણ પૂરતી સેવાઓ નથી. ગોકુળપૂરા ગામની પ્રાથમિક શાળામાં ૪૫૦ સંખ્યા છે પણ સમાવિષ્ઠ કરે તેમ ઓરડા નથી શિક્ષકોની ઘટ છે ફતેપુરામાં સ્કૂલમાં દબાણનો ત્રાસ છે સેક્ટર ૧૭ માં જોખમી આવાસ માં છોકરાઓ ભણી રહ્યા છે. આવા રાજધાની સિવાય પણ કેટલાય શહેર ગામડાઓમાં સ્કૂલ મુખ્ય સુવિધાથી વંચિત છે, પરંતુ આપમાં દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ગુજરાતમાં થયેલ એન્ટ્રી પછી રાજકારણ ગરમાયું છે, શિક્ષણ મુદ્દે ચર્ચાઓ થવા લાગી છે, પણ સરકાર દ્વારા હજી પણ કોઈ એક્શન ના લેવાતા આમ આદમી પાર્ટી દ્વારા ૯૫૧૨૦૪૦૪૦૪ નંબર જાહેર કરવામાં આવ્યો, જેના પર હવે વોટ્સ એપ મારફતે બિસ્માર સુવિધાઓથી વંચિત શાળાઓના ફોટોઝ જાહેર જનતા આમ આદમી પાર્ટીને ઉપર જણાવેલા whatsapp નંબર ઉપર મોકલી આપે એવી આપ દ્વારા વિનંતી કરવામાં આવી છે.