રાષ્ટ્રીય

કેરળ ખાતે રૂ.૨૭,૦૦૦ કરોડનો પોર્ટ પ્રોજેક્ટ અદાણીના હવાલે!

નવી દિલ્હી :

સરકાર કેરળમાં વિઝિનજમ ખાતે ચાર અબજ ડોલરના ખર્ચે પોર્ટ ડેવલપ કરવા માગે છે. આ પોર્ટ અદાણી ગ્રુપ ડેવલપ કરશે. આ પ્રોજેક્ટનું વાયેબિલીટી ગેપ પૂરવા માટે સરકાર અદાણી ગ્રુપને ૧૬ અબજ રૂપિયા મંજૂર કરશે. વિઝિનજમ પોર્ટ ૨૦૧૮માં કાર્યરત થવાની અપેક્ષા છે. કેરળના વિઝિનજમ ખાતે પોર્ટ ડેવલપ થઈ જાય ત્યાર બાદ સરકાર તામિલનાડુમાં ઇનાયામ ખાતે બીજુ પોર્ટ ડેવલપ કરશે. જો આ બે પોર્ટ ડેવલપ થાય તો ૨૦૨૧ સુધીમાં ભારતમાં કાર્ગો ટ્રાફિકમાં ૬૫ ટકાનો વધારો થશે. અત્યારે મોટાભાગના કાર્ગોનું હેન્ડલિંગ શ્રીલંકા, દુબઈ અને સિંગાપોર ખાતે કરવામાં આવે છે. ચીને પણ વિઝિનજમ પોર્ટના ડેવલપમેન્ટ માટે રસ દર્શાવ્યો હતો, પરંતુ સિક્યોરિટીઝના કારણોસર એનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. વિઝિનજમ પોર્ટ પર નેવી અને કોસ્ટગાર્ડ માટે ડેડિકેટેડ બર્થ હશે. ભારત ઇરાન ખાતે ચાર બહાર પોર્ટ પણ ડેવલપ કરશે.

અદાણી ગ્રૂપ દ્વારા દેશનાં પહેલા ટ્રાન્શિપમેન્ટ પોર્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની કલ્પના ૨૫ વર્ષ પહેલા કરવામાં આવી હતી જે હવે સાકાર થશે. આ ક્ષેત્રમાં ચીનના વધતા જતા પ્રભાવને ધ્યાનમાં લઈ ભારત સરકારે આ પોર્ટની નજીક ૨૭,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શિપિંગ હબ બનાવવા આયોજન કર્યું છે. વાએબિલિટી ગેપ ભરવા માટે સરકાર અદાણી ગ્રૂપને ૧૬ અબજ રૂપિયા એટલે કે ૨૪ કરોડ ડોલર આપશે. આ પોર્ટ કાર્યરત થતાં દક્ષિણ એશિયામાં ચીનના વધતા જતા પ્રભાવને પડકાર ફેંકી શકાશે. વિઝિનજમ પોર્ટ ૨૦૧૮ સુધીમાં કાર્યરત થશે. અદાણી ગ્રૂપ આ પોર્ટ માટે ૧ અબજ ડોલરનું રોકાણ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x