યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર, જાણો વિગત
અંબાજી :
ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિરના શ્રદ્ધાળુઓ માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પ્રમાણે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 7થી 7-30 વાગ્યે આરતી થશે.
૩૦ જૂન સુધી સમયમાં કરાયો ફેરફાર
સવારે ૭.૦૦ થી ૭.૩૦ વાગ્યે
સવારે દર્શન ૭.૩૦ થી ૧૦.૪૫ વાગ્યે
રાજભોગ આરતી બપોરે ૧૨.૩૦ થી ૧.૦૦ વાગ્યે
બપોરે દર્શન ૧.૦૦ થી ૪.૩૦ વાગ્યે
સાંજે આરતી ૭.૦૦ થી ૭-૩૦
આમ સવારના દર્શન 7-30થી 10-45 સુધી થઈ શકશે. રાજભોગ આરતી 12-30 થી 1 વાગ્યે થશે. બપોરે 1-00થી 4-30 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. સાંજે 7થી 7-30 વાગ્યે આરતી થશે. અને સાંજના દર્શન 7-30 થી 9 વાગ્યા સુધી થઈ શકશે.