હવે લોનના EMI માં વધારો થશે, RBIએ રેપો રેટનો દર વધારવાની અસર
નવી દિલ્હી :
દેશની રિઝર્વ બેંકે આજે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી છે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે આગામી પોલીસી સમીક્ષા પહેલાં દરમાં વધારાની જાહેરાત કરી છે. રેપોરેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને રેપો રેટ દર હવે વધીને હવે 4.4 ટકા થઇ છે. ગર્વનરે જાણકારી આપી કે બદલાતી પરિસ્થિતિઓને જોતાં મે મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક યોજાઇ હતી. જેમાં દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત પોલિસી સમીક્ષા બેઠકમાં જ રિઝર્વ બેંકે વધતી જતી મૉંઘવારીની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સંભાવના બની ગઇ હતી કે રિઝર્વ બેંક હવે ગ્રોથના બદલે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા પર પોતાનું ધ્યાન કેંદ્રીત કરશે. જોકે મોંઘવારીમાં ભારે વધારાને જોતાં રિઝર્વ બેંકે આ પગલું ભરવા માટે આગામી સમીક્ષાની રાહ જોવાનો નિર્ણય કર્યો હતો. રેપો રેટના દરમાં વધેલા દર તાત્કાલિક પ્રભાવથી લાગૂ પડશે. રેપો રેટમાં વધારાની સાથે હવે દરેક લોન ના ઇએમઆઇ વધી જશે કારણ કે બેંકોનો લોન ખર્ચ વધી જશે. રેપો રેટ દર તે દર હોય છે બેંક રિઝર્વ બેંકમાંથી ધન ઉઠાવે છે. તેના વધવાની સાથે જ બેંકોની લોન ખર્ચ વધી જશે અને તેનો બોજ ગ્રાહકો પર પડશે. તેનાથી આગામી સમયમાં હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન તમામ મોંઘી બની જશે.