ગુજરાત બોર્ડની ધો.12 સાયન્સ- ગુજકેટની પરીક્ષાનું કાલે પરિણામ થશે જાહેર
ગાંધીનગર :
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 8 એપ્રિલે પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. ત્યાર બાદ 18 એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022 માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ- 2022 નું પરિણામ તારીખ 12/05/2022 ના રોજ સવારે 10:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટ 2022ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓએ આપી હતી. રાજ્યભરમાં 5,461 બ્લોકમાં યોજાનાર પરિક્ષામાં 1,07,694 વિદ્યાર્થીઓ પરિક્ષા માટે નોંધાયાં હતા.